November 22, 2024

અમરોહામાં ચાલતી સ્કૂલ બસ પર ફાયરિંગ, બસમાં સવાર હતા 35 બાળકો

Firing School Bus: ઉત્તર પ્રદેશના અમરોહામાં બદમાશોએ એક સ્કૂલ બસ પર ગોળીબાર કર્યો છે. બસમાં અંદાજે 30-35 બાળકો હતા. ફાયરિંગ થતા બાળકો ખૂબ ડરી ગયા હતા. બાળકોના વાલીઓ માટે પણ આ ચિંતાનો વિષય છે. એક માહિતી પ્રમાણે આરોપીએ બસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપી ડ્રાઈવરને નિશાન બનાવવા માંગતો હતો. બસ પર ફાયરિંગ કરવાથી વાત પતી જતી નથી ફાયરિંગની સાથે ઈંટો અને પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા.

બાળકોનો આબાદ બચાવ
અમરોહામાં સવારે સ્કૂલ બસ બાળકોને લઈને જઈ રહી હતી. આ બસને બાઇક સવારોએ અધવચ્ચે રોકી હતી. આ આરોપીઓના ચહેરા ઢાંકેલા હતા. બસ રોક્યા બાદ આ આરોપીઓએ હુમલો કર્યો હતો. આ પછી બસનો પીછો કર્યો અને બે વાર ફાયરિંગ કર્યું હતું. મહત્વની વાત એ છે કે આ બસમાં બાળકો સવાર હતા. આ બાળકોની સંખ્યા અંદાજે 30-35 હોવાનું જણાઈ રહ્યું છે. પરંતુ કોઈ પણ બાળકને નુકસાન થયું નથી. તમામ બાળકોનો આબાદ બચાવ કરી દેવામાં આવ્યો છે. એસઆરએસ ઈન્ટરનેશનલ સ્કૂલની આ બસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને મળી રાહત

બસ ડ્રાઈવર હતો નિશાને
બસ ચાલક ત્રણ દિવસ પહેલા અકસ્માતનો ભોગ બન્યો હતો. આ પછીથી તેનો વિવાદ ચાલી રહ્યો છે. આ આરોપીઓ બસ ડ્રાઇવર પર હુમલો કરવા માંગતા હતા. હાલ આ મામલે પોલીસ ડ્રાઈવરની તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બાળકો એમને નિશાને ના હતા. બસમાં ફાયરિંગ કરાયેલી બંને ગોળીઓ ડ્રાઇવરની બાજૂમાં કરવામાં આવી હતી. આ સાથે ઈંટો અને પથ્થરો પણ ફેંક્યા હતા.