વડોદરામાં આગ લાગવાની ઘટનામાં વધારો થતા ફાયર વિભાગ દોડતું થયું, 500 હાઈરાઇઝ બિલ્ડિંગોને આપી નોટિસ

vadodara: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં આગ લાગવાના બનાવ સામે આવ્યા છે. ગત દિવસે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે આ વચ્ચે વડોદરામાં ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓ વધતા ફાયર વિભાગ દોડતું થયું છે. શહેરની 50 હાઈરાઇઝ બિલ્ડિંગોને નોટિસ પાઠવી છે.
મળતી માહિતી અનુસાર રાજ્યમાં આગ લાગવાના બનાવમાં વધારો નોંધાયો છે. આ વચ્ચે વડોદરામાં ફાયર વિભાગે શહેરની 50 હાઈરાઇઝ બિલ્ડિંગોને નોટિસ આપી છે. ફાયર બ્રિગેડ ફાયર સ્ટેશન વાઈઝ ઝુંબેશ શરૂ કરી છે. જેમા શાળાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ, હાઈરાઇઝ બિલ્ડિંગો સહિત 300 જગ્યાએ ચેકીંગ હાથ ધર્યું છે. તેમજ ફાયર સેફ્ટીને લઈને પણ નોટિસ આપવામાં આવી છે.
આ પણ વાંચો: મુંબઈ આતંકવાદી હુમલાનું દુબઈ કનેક્શન, આ વ્યક્તિને ષડયંત્રની સંપૂર્ણ જાણકારી હતી!