September 23, 2024

અમરકંટક એક્સપ્રેસમાં લાગી આગ, પુરપાટ દોડતી ટ્રેનની નીચે ભડભડ ધુમાડો દેખાતા ફફડાટ

Amarkantak Express: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમરકંટક એક્સપ્રેસમાં આગ લાગી છે. આગ એસી કોચના નીચેના ભાગે લાગી હતી. આ દુર્ઘટના મિસરોડ આ એ મંડીદીપ સ્ટેશન વચ્ચે બની હતી. આગ લાગવાને કારણે મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ આગ B-3 અને B-4 એસી કોચની નીચે લાગી હતી. બાદમાં, ફાયર એસ્ટિંગ્યુશરની મદદથી આગ કાબુમાં લેવામાં આવી હતી. આગની ઘટના બાદ રેલવે દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે ટ્રેનમાં સવાર એક યાત્રીએ આ ઘટનાનો વીડિયો બનાવીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. અમરકંટક એક્સપ્રેસ છત્તીસગઢના દુર્ગ અને મધ્ય પ્રદેશના ભોપાલ વચ્ચે દોડે છે. દુર્ગ અને ભોપાલ સિવાય તેના 27 અન્ય હોલ્ટ છે.

શહડોલમાં સામે આવ્યો હતો અકસ્માત
આ પહેલા 27 જૂને મધ્યપ્રદેશના શહડોલમાં પણ એક ટ્રેન દુર્ઘટના સામે આવી હતી. અહીં સ્ટેશનની બાજુના યાર્ડમાં માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. કેટલાક ડબ્બા નજીકમાં ઉભેલી અન્ય માલસામાન ટ્રેન સાથે પણ અથડાયા હતા. અકસ્માત બાદ ટ્રેકની ચાર લાઈનોને અસર થઈ હતી. જોકે, આ દુર્ઘટનાથી પેસેન્જર ટ્રેનને કોઈ અસર થઈ નથી. આ ઘટનામાં કોઈને કોઈપણ રીતે ઈજા થઈ નથી. આ ટ્રેન કોલસો ભરીને છત્તીસગઢના પારસાથી રાજસ્થાન જઈ રહી હતી. અકસ્માત બાદ રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પલટી ગયેલ વેગનને હટાવી હતી.