સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ મિશન હોસ્પિટલમાં લાગી આગ

સુરત: શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. જેને લઈ ફાયરની 12 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર એક્સરે રૂમની બાજુમાં આગ લાગી હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા મીડિયા સાથે દાદાગીરી કરવામાં આવી હતી.
હોસ્પિટલમાં ફાયર સેફટીની સુવિધા બાબતે પણ સવાલો ઊભા થયા હતા. ફાયરના જવાનો દ્વારા બારીના કાચ તોડી ધુમાડો બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ત્યારે ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલમાં ફાયર સેફટી અને સ્ટ્રક્ચર બાબતે તપાસ કરવામાં આવશે. લાકડાનું સ્ટ્રક્ચર લોકોને અવરજવરમાં મુશ્કેલી અને અડચણ ઊભી કરે તે પ્રકારનું સામે આવ્યું છે. ફાયરના જવાનોને પણ હોસ્પિટલની અંદર પ્રવેશવામાં મુશ્કેલી પડી હતી. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.