December 23, 2024

રાજકોટથી દિલ્હી જઈ રહેલી ટ્રેનમાં ધડાકા બાદ આગ લાગવાની ઘટના

Rajkot: રાજકોટથી દિલ્હી જઈ રહેલી 20913 નંબરની ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં ધડાકા બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલ્વે સ્ટાફના તરત એક્શનના કારણે મોટી દુર્ઘટના અટકી છે. ગુડગાંવ પાસે આવેલા રેવારી અને ખરતાલ વચ્ચે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને એક પેસેન્જરે સિગારેટ ફુક્યા બાદ દાખવેલી બેદરકારીના કારણે આ બનાવ બન્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, હવામાન વિભાગે ઠંડીને લઈ કરી આગાહી

મળતી માહિતી અનુસાર બીજેપી અગ્રણી દિનેશ કારિયા ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને આગની ઘટનાને નજરો નજર નિહાળી હતી. તેમજ ટ્રેન દિલ્હી પહોંચે એ પહેલા જ રસ્તામાં ઉભી રહી ગઈ અને પોલીસ તપાસ બાદ ટ્રેન દિલ્હી જવા રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે, અવારનવાર ટ્રેન ઉથલાવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જેને લઈને અકસ્માત થવાની ઘટનાઓ થતી રહે છે.