January 16, 2025

IAS પૂજા ખેડકર વિરુદ્ધ FIR નોંધવામાં આવી, નકલી ઓળખનો ઉપયોગ કરવાનો આરોપ

IAS Puja Khedkar: IAS પૂજા ખેડકર વિરુદ્ધ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં FIR નોંધવામાં આવી છે. યુપીએસસીની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. પૂજા ખેડકર પર નકલી ઓળખના આધારે UPSC પરીક્ષા આપવાનો આરોપ છે. યુપીએસસીની તપાસમાં સામે આવ્યું છે કે આ તાલીમાર્થી આઈએએસ અધિકારીએ બનાવટી કરીને પોતાના દસ્તાવેજો બદલી નાખ્યા હતા અને નિયમો અનુસાર નિર્ધારિત સંખ્યા કરતા વધુ વખત યુપીએસસીની પરીક્ષા આપી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે પૂજા ખેડકરે તેનું નામ, માતા-પિતાના નામ, સહી, ઈમેલ આઈડી, ફોટોગ્રાફ, મોબાઈલ નંબર અને ઘરનું સરનામું બદલી નાખ્યું હતું. UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે તેમની ઉમેદવારી રદ કરવા અને ભવિષ્યની પરીક્ષાઓમાં હાજર રહેવા પર પ્રતિબંધ મૂકવા માટે કારણ બતાવો નોટિસ પણ જારી કરી હતી. IAS 2023 બેચના અધિકારી પૂજા ખેડકર પર તાજેતરમાં પુણેમાં તેમની તાલીમ દરમિયાન વિશેષાધિકારોનો દુરુપયોગ કરવાનો અને સિવિલ સર્વિસમાં પસંદગી માટે બનાવટી પ્રમાણપત્રોનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

કમિશને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “યુપીએસસીએ સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે પસંદ કરાયેલા ઉમેદવાર પૂજા મનોરમા દિલીપ ખેડકરના સંબંધમાં વિગતવાર અને સંપૂર્ણ તપાસ હાથ ધરી છે.” તપાસમાં જાણવા મળ્યું છે કે ખેડકરે તેનું નામ, તેના માતા-પિતાનું નામ, તેના ફોટોગ્રાફ/સહી, તેનું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને તેની ઓળખ છુપાવી હતી અને પરીક્ષાના નિયમો હેઠળ જે માન્ય છે તેના કરતાં વધુ પ્રયાસો કર્યા હતા.