December 27, 2024

ઐરાવત”ના ઓપરેશન માટે Finlandની ટીમ Vadodaraમાં, બુઝવશે 27 માળની ઇમારત

વડોદરા ફાયર બ્રિગેડને મળેલ 81 મીટરના ફાયર ફાઈટરની ટ્રેનિંગ માટે તેને તૈયાર કરનાર ફિનલેન્ડની કંપનીના કર્મચારીઓ હાલ વડોદરા આવ્યા છે. ફાયર ઓફિસર સહિતની ટીમને ટ્રેનિંગ આપી રહ્યા છે. અત્યંત મોંઘુ આ ફાયર ફાઈટર 26થી 27 માળ (81 મીટરની ઊંચાઈ) સુધી આગ ઓલવવાનું કામ કરી શકવા સક્ષમ છે.

વાહન એનાયત કરવામાં આવ્યું
રૂપિયા 25 કરોડના માતબર કિંમતે વડોદરા ફાયર બ્રિગેડને મળેલ 81 મીટરના ફાયર ફાઈટરની ટ્રેનિંગ માટે તેને તૈયાર કરનાર ફિનલેન્ડની કંપનીના કર્મચારીઓ હાલ વડોદરા આવ્યા છે. તેઓ ફાયર ઓફિસર સહિતની ટીમને ટ્રેનિંગ આપી રહ્યા છે. ગત માર્ચ મહિનામાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરા કોર્પોરેશનને રૂપિયા 25 કરોડના ખર્ચે ફિનલેન્ડની કંપનીએ તૈયાર કરેલ 81 મીટરના ફાયર ફાઈટરનું વાહન એનાયત કરવામાં આવ્યું હતું.

ઓપરેશન અંગે માહિતગાર
અત્યંત મોંઘુ આ ફાયર ફાઈટર 26થી 27 માળ (81 મીટરની ઊંચાઈ) સુધી આગ ઓલવવાનું કામ કરી શકવા સક્ષમ છે. વડોદરા કોર્પોરેશનને આ વાહનનું નામ “ઐરાવત” રાખ્યું છે. વાહન અત્યંત કિંમતી હોવા ઉપરાંત તેના કેટલાક ફીચર્સ માટે ટ્રેનિંગની જરૂરિયાત હોવાથી તેને તૈયાર કરનાર ફીનલેન્ડની કંપનીના તજજ્ઞનો હાલ વડોદરા આવ્યા છે. તેઓ દ્વારા વાસણા ફાયર સ્ટેશનના ઓફિસર જયદીપ ગઢવી તથા તેમની ટીમને ઓપરેશન અંગે માહિતગાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: કેરળમાં ચોમાસાની પધરામણી, ગુજરાતમાં આ તારીખે પધારશે મેઘરાજા!

નિર્ણય લેવામાં આવ્યો
આ માટે ફાયર ઓફિસર સહિતની ટીમની ટ્રેનિંગ ચાલી રહી છે. કઈ રીતે આ વાહન કટોકટી જેવી પરિસ્થિતિમાં કામ કરે છે? તે અંગેની સમાજ આપવામાં આવી રહી છે. આ અંગે વાસણા ફાયર સ્ટેશનના ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડથી વડોદરા લાવવા માટે આ વાહનને ત્રણ મહિના જેટલો સમય થયો હતો. ફિનલેન્ડથી મુંબઈ તેને શીપમાં લવાયું હતું અને ત્યારબાદ મુંબઈથી વડોદરા ધોરી માર્ગે તેને અહીં લાવવામાં આવ્યું હતું. વાહનથી વડોદરા અગ્નિશમન વિભાગ સજ્જ થતા મોટી આગની દુર્ઘટનામાં વાહન અત્યંત મદદરૂપ બની શકાશે. શહેરના વાસણા વિસ્તારમાં સૌથી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગો આવેલા છે. તેથી ફાયરના આ વાહનને વાસણા ફાયર સ્ટેશન ખાતે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.