June 26, 2024

શું મરચું કાપ્યા પછી આંગળીઓ બળવા લાગે છે? તો કરો આ કામ…

Green Chillies: જો તમને પણ ખાવામાં મરચાં પસંદ છે? પરંતુ મરચાને કાપવાનો ડર લાગે છે? મરચાં કાપ્યા પછી હાથમાં બળતરા થાય છે તેનો ડર લાગે છે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને જે ટિપ્સ જણાવવાના છીએ જેનાથી તમે લીલા મરચાં કાપતી વખતે આંગળીઓ બળશે નહીં.

બરફ લગાવવો
લીલા મરચાં કાપ્યા પછી તરત જ, તમારે તમારા હાથમાં બરફ લગાવવો જોઈએ. જેનાથી તમારા હાથમાં બળતરા લાગે છે તેને તમે ઘટાડી શકો છો. આ સાથે તમે મરચાને કાંપની લોટ પણ બાંધી શકો છો. જેનાથી તમને થતી બળતરા પણ દુર થઈ જશે. આવુ કરવાથી તમને ઘણી રાહત મળી શકે છે.

એલોવેરા જેલ લગાવો
ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારોને દુર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છે. જો તમે મરચાં કાપ્યા પછી બળતરા થતી હોય તો તમે એલોવેરા જેલ લગાવી શકો છો.

આ પણ વાંચો: શું તમે ઉનાળામાં દરરોજ કોલ્ડ ડ્રિંક પીઓ છો? તો થઈ શકે છે આ બીમારી

આ ધ્યાન રાખો
જો તમે હમણાં જ લીલા મરચાં કાપ્યા હોય તો તમારે તમારા શરીરના કોઈપણ ભાગને સ્પર્શ કરવો જોઈએ. ખાસ કરીને ચહેરા અને આંખનું ધ્યાન રાખો. લીલા મરચાં કાપ્યા પછી તરત જ તમારા હાથને સાફ કરી દો. જો તમે આ બળતરાથી બચવા માંગો છો તો પહેલેથી પણ તકેદારી રાખી શકો છો. બજારમાં સરળતાથી મળતા પ્લાસ્ટિકના ગ્લોવ્સનો પણ ઉપયોગમાં લઈ શકો છો. પ્લાસ્ટિકના મોજા પહેરવાથી તમે આ બળતરાથી બચી શકો છો.