December 23, 2024

Budget 2024: સોના-ચાંદીના ભાવમાં થશે ઘટાડો, સરકારે સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી

Gold Silver Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન તમામની નજર બજેટમાં કઈ વસ્તુઓ સસ્તી થશે તેના પર કેન્દ્રિત હતી. નાણામંત્રીએ આ જાહેરાત સમયે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થશે. સરકારે હવે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરી દીધી છે. આ પછી સોના અને ચાંદીના ભાવ ઓછા થઈ જશે.

આજના સોના- ચાંદીના ભાવ
આજના દિવસે સોનું 120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 73,890 રૂપિયા નોધ્યું હતું. જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે સોમવારે સોનાનો ભાવ 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 74,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો 100 રૂપિયા ઘટીને 91,400 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ પહેલા સોમવારે પણ ચાંદી 100 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ હતી અને 91,400 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.

આ પણ વાંચો: મોદી સરકારની મોટી જાહેરાત, PM Garib Kalyan Yojana પાંચ વર્ષ માટે લંબાવાઈ

ડિજિટલ બજેટ આવ્યું
ડિજિટલ બજેટનું આગમન એ બજેટની પરંપરાઓમાં પરિવર્તનનું ચાલુ છે. દર વખતે બજેટ છપાયું છે પરંતુ કોરોના સમયગાળા દરમિયાન 2021 અને 2022માં ડિજિટલ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, કેન્દ્રીય બજેટ 2021-2022 અને 2022-23 બજેટ વેબસાઇટ www.indiabudget.gov.in અને કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા.

પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો
નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવામાં આવશે. તેની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2015માં પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજનાની શરૂઆત કરી હતી. જેમાં દેશના તમામ લોકો પાસે પોતાનું ઘર હોવું જોઈએ તે હેતુથી સરકારે આ યોજના શરૂ કરી હતી.  દેશના નબળા વર્ગો, શહેરી ગરીબો અને ગ્રામીણ ગરીબોને ઓછી કિંમતે મકાનો આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી.