આખરે CSKના ખેલાડીને TEAM INDIAમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો
India vs Zimbabwe 4th T20: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ T20 મેચોની શ્રેણી રમાઈ રહી છે. જેમાં 2 મેચમાં ટીમ ઈન્ડિયાની જીત અને 1 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આજે ચોથી T20 મેચ રમાઈ રહી છે. શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચોથી મેચ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરાયો છે. તુષાર દેશપાંડેને T20Iમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરવાની તક મળી છે. અવેશ ખાનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કર્યો છે.
CSK ટીમ માટે મજબૂત પ્રદર્શન
તુષાર દેશપાંડે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. તેણે ગત સિઝનમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે તમામ ક્રિકેટ ચાહકોને પ્રભાવિત કર્યા હતા. ડેબ્યૂ પર તુષાર દેશપાંડેએ કહ્યું કે તે અહીં આવીને ખૂબ જ ખુશ છે. મેં બાળપણથી જ મારા દેશ માટે રમવાનું સપનું જોયું હતું. જે આજે પુર્ણ થયું છે. હું ગર્વ અનુભવી રહ્યો છું. હું સારો દેખાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને ટીમમાં વાતાવરણ ઘણું સારું છે.
આ પણ વાંચો: IND vs ZIM Probable Playing-11: શુભમન ગિલ સિરીઝ જીતવા માટે મોટું પગલું ભરશે?
ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન
રૂતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે, ખલીલ અહેમદ.