IPLના ઈતિહાસમાં આ ખેલાડી પહેલીવાર રમશે ફાઈનલ મેચ
KKR vs SRH:આઈપીએલ 2024ની ફાઇનલ મેચ છે. આ મેચનું આયોજન ચેન્નઈમાં કરવામાં આવ્યું છે. કોલકાતાની ટીમ અને હૈદરાબાદન ટીમ આજે આમને-સામને આવશે. કોલકાતાની ટીમ આજે ત્રીજી વખત ટ્રોફી જીતવા માટે પ્રયત્ન કરશે. આ સાથે હૈદરાબાદની ટીમ બીજી વખત ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે. આ મેચ દરમિયાન એક એવો ખેલાડી છે જે વર્ષ 2012થી આઈપીએલ રમી રહ્યો છે. પરંતુ આ વખતે પહેલી વાર ફાઈનલમાં પહોંચશે.
ફાઈનલ મેચ રમશે
આઈપીએલ 2024ની ફાઈનલ મેચ આજે ચેન્નઈમાં થવાનું છે. આ મેચની દરકે ક્રિકેટ ચાહકો જોઈ રહ્યા છે. આ મેચ ખાસ એક ખેલાડી માટે પણ રહેવાની છે. આ ખેલાડી છે કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ. તે પહેલી વખત આઈપીએલની ફાઈનલ મેચ રમવાનો છે. વર્ષ 2014માં પણ તે કોલકાતાની ટીમનો ભાગ હતો. પરંતુ તે ફાઈનલ મેચ રમી શક્યો ના હતો. પરંતુ આ વખતની ફાઈનલમાં તે રમશે તે નક્કી છે. આ 13 વર્ષપછી જોવા મળશે કે આન્દ્રે રસેલ IPLની ફાઈનલ મેચમાં રમતા જોવા મળશે.
આ પણ વાંચો: IPL 2024 ફાઈનલ પહેલા શાહરૂખ ખાને સૌથી ખરાબ સમયને કર્યો યાદ
આઈપીએલ કારકિર્દી
આન્દ્રે રસેલે આઈપીએલની કારકિર્દીની વાત કરવામાં આવે તો તેણે 126 મેચ રમી છે. જેમાં તેણે 2,484 રન અને 105 ઇનિંગ્સમાં 29.22ની એવરેજ કરી છે. એક બોલર તરીકે આન્દ્રે રસેલે આ મેચોમાં 23.46ની એવરેજથી 112 વિકેટ લીધી છે. તેણે IPLમાં એક વખત 5 વિકેટ પણ લીધી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના ખેલાડીઓની વાત કરવામાં આવે તો અનુકુલ રોય, મનીષ પાંડે, નીતિશ રાણા, શ્રી ભાકર , શેરફેન રધરફોર્ડ, દુષ્મંથા ચમીરા, અંગક્રિશ રઘુવંશી, સાકિબ હુસૈન, સુયશ શર્મા, અલ્લાહ ગઝનફર, ચેતન સાકરિયા, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંઘ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી આ ખેલાડીઓ રમી શકે છે.