January 20, 2025

Sunny Deol પર ફિલ્મ નિર્માતાએ લગાવ્યો છેતરપિંડીનો આરોપ

મુંબઈ: ગદર 2 પછી સની દેઓલ કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. જોકે તેની પાસે હજી પણ ઘણા પ્રોજેક્ટ્સ રિલીઝ માટે તૈયાર છે. પરંતુ આ દરમિયાન એક નિર્માતાએ સની પર આરોપો લગાવ્યા છે. તેણે અભિનેતા પર છેતરપિંડી, ખંડણી અને બનાવટ કરવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૌરવ ગુપ્તા નામના પ્રોડ્યુસરે દાવો કર્યો હતો કે સનીએ તેની પાસેથી એડવાન્સ પૈસા લીધા હતા અને અત્યાર સુધી તેણે ફિલ્મમાં કોઈ કામ કર્યું નથી.

પૈસા માંગ્યા પણ કામ કર્યું નહિ
એચટી સિટી સાથે વાત કરતા સૌરવે કહ્યું,’સનીએ વર્ષ 2016માં એક ડીલ સાઈન કરી હતી જેમાં તે એક ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો હતો જેના માટે તેણે 4 કરોડ રૂપિયાની ફી માંગી હતી. અમે તેને 1 કરોડ રૂપિયા એડવાન્સ આપ્યા હતા, પરંતુ તેણે ફિલ્મ શરૂ કરવાને બદલે વર્ષ 2017માં પોસ્ટર બોયઝ ફિલ્મ કરી. તે મારી પાસે વધુ પૈસા માંગતો રહ્યો અને અત્યાર સુધી અમે તેને 2.55 કરોડ રૂપિયા આપ્યા છે. તેણે મને બીજા ડાયરેક્ટરને પૈસા આપવા માટે કહ્યું અને ફિલ્મીસ્તાન સ્ટુડિયો બુક કરાવ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ TRP ગેમઝોન દુર્ઘટના બાદ ત્રણ બાળકો ગુમ હોવાની ખોટી વિગત આપનાર વિરૂદ્ધ ફરિયાદ

સનીએ નકલી કરાર કર્યો હતો
નિર્માતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સનીએ તેની કંપની સાથે વર્ષ 2023માં નકલી કરાર કર્યો હતો. તેમણે કહ્યું,’જ્યારે અમે એગ્રીમેન્ટ વાંચ્યું ત્યારે અમે જોયું કે તેઓએ વચ્ચેનું પેજ બદલ્યું હતું જ્યાં ફીની રકમ 4 કરોડ રૂપિયાથી વધારીને 8 કરોડ રૂપિયા અને નફો વધારીને 2 કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો.’

ફિલ્મ નિર્માતા સુનીલે પણ આક્ષેપો કર્યા હતા
જાનવર, અંદાજ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ફિલ્મમેકર સુનિલ દર્શન પણ સૌરવને સપોર્ટ કરવા માટે પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમને પણ સની સાથે આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. સની દેઓલને મારી ફિલ્મ અજયના વિદેશી વિતરણ માટેના અધિકારો મળ્યા હતા પરંતુ તેણે માત્ર થોડી રકમ જ આપી હતી. મને બાકીની રકમ મળી નથી.

સૌરવે જણાવ્યું કે તેમણે સની વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 30 એપ્રિલે નોટીસ પણ મોકલી હતી. તેની ઓફિસથી એક પત્ર પણ આવ્યો હતો જેમાં લખ્યું હતું કે જ્યારે તેમને બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ બહર હતાં.