December 19, 2024

મોડાસાના મતદાન બુથ પર પોલીસ અને મતદારો વચ્ચે બબાલ

અરવલ્લી: મોડાસા કે.એન શાહ સ્કુલના મતદાન બુથ પર બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ અને મતદારો વચ્ચે ભારે બબાલ થઈ છે. EVM ખોટકાયા બાદ પણ ગ્રીન લાઈટ બતાવતાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે બીજેપીના કાર્યકરો બુથ પર ફરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

બબાલ કરતા જોવા મળ્યા
આ સમયે કોંગ્રેસના કાર્યકરોએ પણ બબાલ કરતા જોવા મળ્યા હતા. જેમાં એક શખ્સ અન્ય મતદારોને મતદાન કરવા રોકતા મામલો બીચકયો હતો. પહેલા પોલીસ અને મતદારો વચ્ચે બબાલ થઈ હતી. બાદમાં કોંગ્રેસના કાર્યકરોએ પણ આ બબાલમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બીજેપીના કાર્યકરો બુથ પર ફરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મામલો બીચકતા પોલીસ પોલીસ અને વિરોધ કરનાર વચ્ચે પણ બબાલ થઈ છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના અશક્ત મતદારોનો સહારો બની પોલીસ

સમગ્ર ગુજરાતમાં મતદાન ચાલુ
લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે સમગ્ર ગુજરાતના મતદાન મથકો પર હાલ મતદાનની પ્રકિયા ચાલી રહી છે. લોકો વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઉભા છે. ત્યારે ગુજરાતના કુલ 4.97 કરોડ મતદાતાઓ મતદાન કરશે. તેમાં 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે.