સૌરાષ્ટ્ર ઝોનની FRCએ ખાનગી શાળાઓની ફી ઘટાડતા શાળા સંચાલક મંડળમાં રોષ
Private School Fees: સૌરાષ્ટ્ર ઝોનની ખાનગી શાળાઓની ફી મા ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે સમિતિ સામે શાળા સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભરત ગાજીપરાએ રજૂઆત કરી છે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને લેખિતમાં રજૂઆત કરી છે.
આ પણ વાંચો: Pm Modi Live: PMના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું કોંગ્રેસ બંધારણના નામે લોકોને ડરાવે છે
5 હજાર સુધીનો ફી ઘટાડો કર્યો
વડોદરા ,સુરત અને અમદાવાદમાં ફી નિયમન સમિતિએ ખાનગી શાળાઓની ફી મા 7 થી 12 ટકાનો વધારો મંજૂર કર્યો છે. રાજકોટ સ્થિત ફી નિયમન સમિતિએ 45 સ્કૂલોની ફીમાં 5 હજાર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ફી નિયમન સમિતિ દ્વારા વાર્ષિક 5 હજાર સુધીનો ફી ઘટાડો કર્યો છે. રાજકોટની 900 જેટલી શાળાઓ માટે ફી નિયમન કમિટી દ્વારા ફી જાહેર કરવામાં આવી છે. રાજકોટ સ્થિત ફી નિયમન સમિતિએ 45 સ્કૂલોની ફીમાં 5 હજાર સુધીનો ઘટાડો કરવા આદેશ આપ્યો છે.