ધારોજીના મોટીમારડ ગામે ખેડૂત પિતા-પુત્રનું મોત, વાડીએ દવાનો છંટકાવ કરતા ઝેર ચડી ગયું

રાજકોટ: જિલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામના અને કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ખેડૂત એવા જીજ્ઞેશ દલસાણીયા (ઉં.વ.42) ભાગીયાની વાડીએ દવાનો છંટકાવ કરતા ઝેર ચડી જતા મોત નીપજ્યું હતું. ત્યારે તેમનો પુત્ર મીત જીજ્ઞેશ દલસાણીયા (ઉં.વ.18) પોતાના ઘરેથી બન્ને માટે ટીફીન લઈને વાડીએ જતા પિતાને મૃત હાલતમાં જોતા પુત્ર મીત જીજ્ઞેશભાઈ દલસાણીયાને લાગી જતાં અને ડઘાઈ ગયેલ હોય અને તેણે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ મીત જીજ્ઞેશભાઈને મોટીમારડ હોસ્પિટલ ખસેડ્યો હતો અને ત્યાંથી ધોરાજી પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને ત્યાંથી જૂનાગઢ તરફ જવા રવાના થતા હોય વચ્ચે મીત જીજ્ઞેશભાઈનું મોત નીપજ્યું હતું. પિતા અને પુત્રના મૃતદેહને પીએમ માટે મોટીમારડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પરીવારજનો, મિત્રો, સંબંધીઓ, પોલીસ તંત્ર અને રાજકીય આગેવાનો મોટીમારડ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ ઘટનાને લઈને મોટીમારડ ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.