January 7, 2025

બોપલ હિટ એન્ડ રન કેસમાં આખરે પિતાની ધરપકડ, સગીર પુત્રએ સર્જ્યો હતો અકસ્માત

મિહિર સોની, અમદાવાદ: બોપલમાં હિટ એન્ડ રન કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. અકસ્માત સર્જનાર બિલ્ડર આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. સગીર પુત્રએ અકસ્માત સર્જ્યા બાદ બિલ્ડર ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત કેસમાં બિલ્ડર પિતાની જવાબદારી સામે આવતા પોલીસે બોપલ આંબલી રોડ પરથી ધરપકડ કરી.

બોપલ હિટ એન્ડ રન કેસમાં અકસ્માત કરનાર સગીરના પિતા મિલાપ કુમાર શાહની ધરપકડ કરવામાં આવી છે. 14 સપ્ટેમ્બરની રાત્રે સાઉથ બોપલમાં સગીરે બેફામ કાર હંકારી સિક્યુરિટી ગાર્ડ ગોવિંદ સીંગને અડફેડે લઈ મોતને ધાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. આ કેસમાં કાયદાના સંધર્ષમાં આવેલ સગીર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પરંતુ, અકસ્માત કરનાર સગીર હોવાથી કાયદા પ્રમાણે ગુનામાં પિતાની બેજવાબદારી સ્પષ્ટ થતાં તેની સામે ગુનાનો ઉમેરો કરીને બિલ્ડર પિતા એવા મિલાપ શાહની પણ બોપલ આંબલી રોડ પરથી ધરપકડ કરવામાં આવી છે.

આરોપી પિતાના પ્રાથમિક નિવેદન દરમિયાન કેટલાક ચોકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે કે ખુદ આરોપી મિલાપ શાહે સગીરને કાર લઈ જવા માટે પરવાનગી આપી હતી. ત્યારબાદ, સગીર બહાર લઈ જવા માટે મોમ્મદપુરા મિત્રો ઘરેથી નીકળ્યો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પણ બનાવ અંગે સગીરે પિતાને જાણકારી આપી હતી. છતાં પિતા મિલાપ શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો ન હતો. જોકે છેલ્લા બે દિવસથી ધરપકડતી બચવા નાસ્તો ફરતો હતો.

પોલીસ આ કેસમાં CCTV ફૂટેજ તેમજ નજરે જોનાર સાહેદના નિવેદનના આધારે બીએનએસની કલમ 105 અને એમવીએક્ટની કમલ ઉમેરવાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. સાથોસાથ પિતા મિલાપ કુમાર વિરુદ્ધ એમવી એકટ 181 અને 199(A) કલમ હેઠળ નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. ત્યારે સગીરની પૂછપરછ દરમિયાન જ પિતા મિલાપ શાહ છેલ્લા બે દિવસથી ફરાર થઈ ગયા હતા. જેને પકડવા બોપલ પોલીસ એલસીબી, એસઓજીની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બોપલ-આમલી રોડ ઉપરથી મિલાપ શાહની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મિલાપ શાહ એક બિલ્ડર છે અને નારોલ વિસ્તારમાં મીત કેમિકલ નામની ફેકટરી ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

આરોપી મિલાપ શાહ પોલીસ ધરપકડ બચવા સગાસંબંધીઓને ત્યાં પણ આશરો લીધો હોવાનું સામે આવતા વિગતવાર પૂછપરછ માટે પોલીસ ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરશે. ત્યારે માતા પિતા માટે ચેતવણી રૂપ સમાન કાર્યવાહી પોલીસે કરી છે કે પોતાના સગીર બાળકોને ગાડી ચલાવવા આપવી નહિ. જો આ રીતે અકસ્માત કરશે તો માતા પિતા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.