December 16, 2024

આ દેશી ડ્રિંક ઓગાળી દેશે તમારું પેટ!

Fat Burner Drink: આજના સમયમાં મોટા ભાગના લોકોના વજન વધારે હોય છે. કસરતના અભાવને કારણે વજન સતત વધતો રહે છે અને વજન વધવાની કારણે બીજી સમસ્યાઓ પણ થાય છે. જો તમારે પણ વજનને નિયંત્રણ રાખવું છે તો તમારે કસરતની સાથે આ ડ્રિંકને સામેલ કરવાનું રહેશે. જેના કારણે મેદસ્વિતા ઝડપથી ઓછી થઈ જશે.

લીંબુનો રસ
લીંબુ પચવા માટે સરળ હોય છે. તે ભૂખ, ચયાપચયમાં સુધારો કરવામાં મદદ કરે છે. તરસથી રાહત આપે છે. લીંબુ લીવર ડિટોક્સમાં મદદ કરે છે અને પેટમાં થતી બળતરાને ઘટાડે છે. લીંબુના રસમાં વિટામિન સી, ફોલેટ, થાઇમીન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ જોવા મળે છે.

તુલસીના બીજ
તુલસીના બીજમાં આલ્ફા-લિનોલેનિક એસિડ જોવા મળે છે. જે શરીરમાં ચરબીનું પ્રમાણ ઓછું કરવામાં મદદ કરે છે.

મધ
મધ એક ઉત્તમ આયુર્વેદિક ફેટ બર્નર ગણવામાં આવે છે. તેનો મીઠો સ્વાદ મધમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને સરળતાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: તમારા દિલને સ્વસ્થ રાખવા રોજ સવારે ખાઓ આ ડ્રાય ફ્રૂટ્સ

આ રીતે ડ્રિંક બનાવો
એક કપ હૂંફાળા પાણીમાં અડધી ચમચી તુલસીના બીજને નાંખવાના રહેશે. હવે તમારે તેમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ઉમેરો. તેમને સારી રીતે મિક્સ કરી દો. હવે આ નવશેકું પાણી રોજ ખાલી પેટ પીવાનું રાખો . આ પીણું તમારા લીવરને પણ ડિટોક્સ કરે છે. થોડા જ દિવસમાં શરીરમાં ફેરફાર જોવા મળશે.