July 5, 2024

આ સરકારી યોજના દ્વારા ખેડૂતોને ગેરંટી વિના 7% વ્યાજ પર લોન મળશે

e-Kisan Upaj Nidhi: કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. ‘ઈ-કિસાન ઉપજ નિધિ’ પણ આમાંથી એક છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમના પાકને વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી (WDRA)માં નોંધાયેલા વેરહાઉસમાં રાખીને લોન લઈ શકે છે. તેઓને અલગથી કંઈપણ ગીરવે રાખ્યા વિના સરળતાથી 7% વ્યાજ પર લોન મળશે. ચાલો જાણીએ કે ખેડૂતો આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકે છે.

WDRA હેઠળના વેરહાઉસની સારી રીતે દેખરેખ રાખવામાં આવે છે. સારી રીતે જાળવણી કરવામાં આવે છે અને તે માળખાકીય સુવિધાઓથી સજ્જ હોય છે જે કૃષિ પેદાશોને સારી સ્થિતિમાં રાખે છે અને બગાડને અટકાવે છે અને આ રીતે ખેડૂતોના કલ્યાણને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચો: ટી-20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતનું ઝિમ્બાબ્વેમાં ઉષ્માભર્યું સ્વાગત

ઈ-કિસાન ઉપજ નિધિના 5 ફાયદા
– આનાથી ખેડુતોની સ્ટોરેજ અને તત્કાલ નાણા મેળવવા સંબંધિત સમસ્યાઓ હલ થશે.
– ખેડૂતો વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી (WDRA) રજિસ્ટર્ડ વેરહાઉસમાં ઉત્પાદનનો સંગ્રહ કરીને લોન મેળવી શકશે.
– ખેડૂતોને 7% વ્યાજ પર કંઈ પણ ગીરવે રાખ્યા વગર લોન મળી જશે.
– આ ખેડૂતો માટે સ્ટોરેજ લોજિસ્ટિક્સને સરળ બનાવશે અને તેમની પેદાશોના વ્યાજબી ભાવની ખાતરી કરશે.
– ખેડૂતોને લણણી બાદ સંગ્રહની સારી તકો મળશે.

‘ઈ-કિસાન ઉપજ નિધિ’ અને ઈ-એનએએમ સાથે ખેડૂતો એકબીજા સાથે જોડાયેલા બજારની તકનિકનો ઉપયોગ કરી શકશે. જે તેમને તેમની પેદાશો લઘુત્તમ સમર્થન કિંમત (MSP) પર અથવા તેનાથી વધુ ઊંચા ભાવે સરકારને વેચવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકામાં MSP દ્વારા સરકારી ખરીદી 2.5 ગણી વધી છે.

આ રીતે તમને લોન મળશે
ખેડૂતો તેમના પાકને WDRA સાથે નોંધાયેલા વેરહાઉસમાં જમા કરાવીને લોન મેળવી શકશે. ખેડૂતો 7 ટકાના વ્યાજે કોઈ પણ જાતની વસ્તુ ગીરવે રાખ્યા વગર લોન લઈ શકશે. અગાઉ ખેડૂતોએ આ વેરહાઉસમાં તેમની ઉપજને સંગ્રહિત કરવા માટે 3 ટકા સિક્યોરિટી ડિપોઝિટની રકમ ચૂકવવી પડતી હતી, હવે તેમને માત્ર 1 ટકા સિક્યોરિટી ડિપોઝિટની રકમ ચૂકવવાની જરૂર પડશે.