દિયોદર, લાખણી અને કાંકરેજ તાલુકાના ખેડૂતોનો પાણી માટે વિરોધ; પ્રાંત કચેરી ખાતે દેખાવો કર્યો

બનાસકાંઠા: દિયોદર, લાખણી અને કાંકરેજ તાલુકાના ખેડૂતોએ પાણી માટે પ્રાંત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો. સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માગને લઈ ખેડૂતોએ નારા લગાવ્યા હતા. ઢોલ વગાડી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવાની માગ કરી હતી. જ્યાં સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહિ છોડાય ત્યાં સુધી ખેડૂતો પ્રાંત કચેરી ખાતે બેસી વિરોધ નોંધાવશે તેવી ચીમકી પણ ઉચ્ચાપરી હતી.

ચાંગા પમ્પિંગથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માગને લઈ રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોએ દિયોદર પ્રાંત અધિકારીને આવેદન આપી રજૂઆત કરી હતી. ઉનાળાની શરૂઆતની સાથે સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા.