January 16, 2025

ખેડૂતોને હવે ગેરંટી વિના 2 લાખ રૂપિયાની લોન મળશે, RBIએ કરી જાહેરાત

Farmers Loan: દેશભરના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો કોઈપણ ગેરંટી વગર બેંકમાંથી 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ખેડૂતોને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી દીધી છે. હાલમાં આ મર્યાદા 1.6 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો: રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની સીટ નીચેથી નોટોના બંડલ મળ્યા, જાણો સાંસદની સ્પષ્ટતા

નાના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થશે
RBIના આ નિર્ણયથી નાના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થશે. વર્ષ 2010માં આરબીઆઈએ કોઈપણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રને આપવા માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરાઈ હતી. વર્ષ 2019 માં, તે વધારીને 1.6 લાખ રૂપિયા કરાઈ છે. હવે તેને ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આરબીઆઈએ કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં પરિપત્ર જારી કરી દેવામાં આવશે.