December 23, 2024

ગીર સોમનાથમાં ટેકાનો ભાવ વધારે મળતા ખેડૂતો થયા ખુશ

અરવિંદ, ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં કાજલીખાતે 10 જેટલા ખેડૂતો મગફળી લઈ વેચવા આવ્યા હતા. માર્કેટ કરતા ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ખેડૂતોને મેસેજ કર્યા
છેલ્લા કેટલાક વર્ષથી સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે. ખેડૂતો નીરસ હોય તેવું લાગી રહ્યું હતું. આ વર્ષે સરકારે માર્કેટ કરતા ટેકા ના ભાવ વધું જાહેર કરતા ટેકા ના ભાવે મગફળી ખેડૂતો વેચવા આવી રહ્યા છે. જેના ભાગ રૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ 6 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાને લઈ ખેડૂતોને મેસેજ કર્યા હતા. કાજલીકેન્દ્ર પર જ 10 ખેડૂતોને મગફળી વેચવા બોલાવ્યા હતા.

આ પણ વાંચો: વડોદરાના કોયલી ખાતે રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા

મગફળીનું વાવેતર થયું
બીજી તરફ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાળા, કોડીનાર, સૂત્રાપાડા અને ઉના – ગીર ગઢડા આમ 6 કેન્દ્રો માં 4000 જેટલા ખેડૂતો એ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જે પણ પાછલા કેટલાક વર્ષોની સરખામણીમાં બહુ જ ઓછું કહેવાય કારણ કે જિલ્લામાં અંદાજે 65000 થી 70000 હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે. રજીસ્ટ્રેશન માત્ર 4 હજાર ખેડૂતોએ કરાવ્યું છે. જોકે કાજલી ખાતે પણ ટેકાના ભાવે મગફળી લઈ આવનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે સરકારે જાહેર કરેલા 1356 રૂપિયા ટેકાના ભાવની સામે ખુલ્લી બજારમાં 900 થી 1200 રૂપિયા સુધી ભાવ મળતા હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે. જેની સામે ટેકાના ભાવમાં ખેડૂતો ને 200 રૂપિયાનો ફાયદો ચોક્કસ થતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.