February 23, 2025

ખાંભાના મોભનેશ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવા ખેડૂતોની માગ

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલી જિલ્લાના ખાંભા પાસે આવેલ મોભનેશ ડેમ નીચેના ખેડૂતોને હાલ શિયાળુ પાક તૈયાર હોય અને વાડીના કુવા અને દારમાં પાણી ખૂટી જવાથી છેલ્લા પાણી માટે પિયતની તાતી જરૂર હોય માટે મોભનેસ ડેમમાંથી સિંચાઈ અર્થ વેહલી તકે પાણી છોડવા માટે ખાંભા તેમજ દાઢીયાળી, ગીનિયા, બગોયા સહિત ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી છે. પાણી છોડવામાં નહીં આવે તો શિયાળુ પાકમાં નુકસાની જવાની ભીતિ ખેડૂતોએ સેવી રહી છે.

ખાંભા પાસે આવેલ મોભનેશ ડેમ નીચે ખાંભાના 70થી 80 ખેડૂતો તેમજ દાઢીયારી, ગીણીયા, બગોયા ગામના ખેડૂતોની વાડી આવેલી હોય ત્યારે હાલ શિયાળુ ઘઉં, ચણા, ડુંગળી સહિત પાક તૈયાર હોય અને છેલ્લે છેલ્લે કુવા અને દાળમાં પાણીની ઘટ આવેલ હોવાથી પિયત માટે પાણીની અછત ઊભી થઈ છે. ત્યારે વહેલી તકે મોભનેસ ડેમમાંથી પાણી છોડવામાં માગ કરવામાં આવી છે અને પાણી છોડવામાં નહીં આવે તો તૈયાર પાક બગડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે વહેલી તકે સિંચાઈ વિભાગ દ્વારા મોભનેશ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી છે.

હાલ ખાંભા તેમજ તાલુકા નીચે આવતા ગામડાના ખેડૂતોને શિયાળાની સિઝનનો પાક તૈયાર થવા આવ્યો છે. ત્યારે છેલ્લા પિયત માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે અને કૂવા અને દાળમાં પાણી ખૂટવા લાગ્યા છે. ત્યારે સિંચાઈ વિભાગના ખાંભા તેમજ અમરેલીને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી છે. તેમજ ધારાસભ્યને જે.વી.કાકડીયાને પણ રજૂઆત કરવામાં આવી છે કે મોભનેશ ડેમમાંથી કાતરવડી નદીમાં પાણી છોડવામાં આવે તો ખાંભાના 80થી વધારે ખેડૂતો અને દાઢીયારી, ગીણિયા, બગોયા ગામના આસપાસના ખેડૂતોને પાણી મળવાથી લાભ થઈ શકે તેમ છે. હાલ પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે અને શિયાળુ પાક લરની ઉપર છે. એક પાણી માટે થઈ ખેડૂતોનું શિયાળો પાક બગડે તેવી સ્થિતિ ઊભી થઈ છે માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે મોભનેશ ડેમમાંથી પાણી છોડવા રજૂઆત કરવામાં આવી હોવાનું ખાંભા ગામના સરપંચ બાભભાઈ ખુમાણએ જણાવ્યું હતું.

ખાંભા તેમજ દાઢીયારી ગામના ખેડૂતોની મોભનેશ ડેમમાંથી પાણી છોડવા માટે રજૂઆતો આવેલી છે અને ધ્યાને લઇ અમે પ્રોસેસ ચાલુ કરી દીધી છે. હાલમાં પાણી છોડવા માટેની રજૂઆત ગાંધીનગર મંજૂરી માટે મોકલવામાં આવી છે અને આગામી દિવસોમાં ગાંધીનગરથી મંજૂરી આવ્યા બાદ ખેડૂતોની રજૂઆત ધ્યાને લઇ મોભનેશ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તેવું સિંચાઈ વિભાગના ઇજનેર અક્ષય ડોડીયાએ જણાવ્યું હતું.