January 19, 2025

ડાંગ જિલ્લામાં બરફના કરા પડતાં ખેડૂતોના પાકને નુકસાન

ડાંગ: એક તરફ કાળઝાળ ગરમીથી લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે તો બીજી તરફ ડાંગ જિલ્લામાં ગઈકાલે બરફના કરા સાથે વરસેલા કમોસમી વરસાદને લઇ ખેડૂતોને લાખોનું નુકસાન થવા પામ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગતરોજ ડાંગ જિલ્લામાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતાનો પાકને નુકસાન થયું છે.

મળતી માહિતી અનુસાર હવામાન વિભાગની આગાહીને પગલે ગતરોજ ડાંગ જિલ્લામાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો હતો.ત્યારે જિલ્લાના ખેડૂતોએ તૈયાર કરેલ પાકને નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોને તૈયાર થયેલ વિવિધ કેરીના પાકને મોટાપાયે નુકસાન થયુ છે.

પરંતુ કરા સાથે વરસાદ વરસતા તેમના કેરી વૃક્ષ પરથી નીચે પડી ગઈ હતી. જેનાથી મોટું નુકસાન થયુ હતુ. ત્યારે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ સરકાર તરફથી કોઈ મદદ મળે તે માટેની આશા તેઓ સેવી રહ્યા છે. જોકે હવે વહીવટી તંત્ર દ્વારા આ મામલે ખેડૂતોની મદદ કરવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું. ઉલ્લેખનીય છે કે ઈડરના દરામલી સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો વરસાદીને લઈને પાણી રસ્તાઓ પર ફરી વળ્યાં છે અને કાળઝાળ ગરમીમાં વરસાદી માવઠું પડતા ઠંડક પ્રસરી છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી હતી કે આવનાર 6 દિવસમાં રાજ્યમાં વરસાદ પડી શકે છે. તેમજ એક અઠવાડિયા માટે તાપમાનમાં કોઈ વધારો નહીં થાય. આ સિવાય એવું પણ જણાવ્યું છે કે ઉત્તર-પુર્વીય સાયક્લોનીક સર્ક્યુલેશન સિસ્ટમ ડેવલપ થવાથી તાપમાન ઊંચુ જવાની સંભાવના નથી. તો જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના રહેશે.