News 360
March 9, 2025
Breaking News

ખેડૂતો માટે બજેટમાંથી થઈ છે લક્ષ્મીકૃપા, કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારો થયો

Budget 2025: નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં કિસાન ક્રેડિટ કાર્ડને લઈને પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ તે પહેલા 2 લાખ રૂપિયા હતી.

આ પણ વાંચો: નાણામંત્રીએ પહેરી પદ્મ પુરસ્કારથી સન્માનિત ડિઝાઈનરની ગિફ્ટેડ સાડી, પ્રિન્ટ અંગે જાણીને ચોંકી જશો

પ્રથમ પૂર્ણ બજેટ અને 8મું બજેટ
નિર્મલા સીતારમણ આજે સંસદમાં સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ અને 8મું બજેટ રજૂ કરવાના છે. બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કહ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ પહેલા 2 લાખ રુપિયા હતી. આવું કરવાથી હવે ખેડૂતોને ઘણો ફાયદો થશે.