પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં તુવેર રિજેક્ટ થતાં ખેડૂતો ગુસ્સે ભરાયા, પ્રવીણ રામે આંદોલની ચીમકી ઉચ્ચારી

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામે માર્કેટિંગ ર્કિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદી ચાલી રહી છે, પરંતુ નવાઈની વાત એ છે કે આઠ દિવસ પહેલા ખેડૂતો તુવેરનું વેચાણ કરી ગયા હતા. જોકે એ તુવેર આઠ દિવસ બાદ પરત આવતા ખેડૂતોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કેહવું છે કે તુવેરનું વેચાણ કરી દીધા તેને ડમ્પ કરી દીધા બાદ હવે તુવેર રિટર્ન આવતા ખેડૂતોને ડબલ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

બીજી તરફ ટેકાના ભાવે તુવેરની ખરીદી કરનાર ગુજકોમાશોલના પ્રતિનિધિ હિતેશ ઝાલાનું કેહવું છે કે, ખેડૂતોની તુવેર પેરામીટરમાં ન આવી હોવાના કારણે પરત આવી છે. પેરામીટર હાર્ડ હોવાના કારણે તુવેર રિજેક્ટ થઈ છે અને પરત આવી છે.

આપ નેતા પ્રવીણ રામે આ સમગ્ર મામલે આકરા પ્રહાર કરતા કહ્યું કે, અનેક વેપારીઓ અને અન્ય લોકોના 25 ટકા ડેમેજ માલ લેવામાં આવ્યો પરંતુ ખેડૂતોનો માલ આઠ દિવસ બાદ રિજેક્ટ કરી પરત કરવામાં આવ્યો છે. પ્રવીણ રામે આ સમગ્ર મામલે સત્તાધીશોને ચીમકી આપી છે કે ખેડૂતોનો રિજેક્ટ કરાયેલો તુવેરનો માલ તત્કાલ પરત લેવામાં આવે નહીંતર આગામી દિવસોમાં આંદોલન છેડવું પડશે.