ખેડૂતોનું આંદોલન ઉગ્ર, પંજાબ આજે સાંજે 4 વાગ્યા સુધી રહેશે બંધ; 107 ટ્રેન રદ્દ
Punjab: ખેડૂત સંગઠનોએ તેમની માંગણીઓના સમર્થનમાં સોમવારે સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પંજાબ બંધનું એલાન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન ઈમરજન્સી સેવાઓ સિવાય બધુ જ બંધ રહેશે. ખેડૂત આગેવાનોએ રસ્તા, રેલ્વે, દુકાનો અને ધંધાકીય સંસ્થાઓ બંધ રાખવાની હાકલ કરી છે. પંજાબ બંધને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવેએ પંજાબ જતી 107 ટ્રેનોને રદ કરવાની જાહેરાત કરી છે.
ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે પંજાબ બંધના એલાનને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તેમણે વડા પ્રધાન અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પત્રો લખ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. તેથી પંજાબને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર મંત્રણા માટે તૈયાર નથી. તેથી બંધ સિવાય બીજો કોઈ ઉપાય નથી. બીજી તરફ પંજાબ બંધને સફળ બનાવવા માટે ખેડૂત આગેવાનોને અલગ-અલગ જગ્યાએ ફરજ પર મુકવામાં આવ્યા છે. આ સાથે ખેડૂત નેતાએ પંજાબભરના ખેડૂતોને બંધને સફળ બનાવવામાં સહકાર આપવા અપીલ કરી છે.
આ પણ વાંચો: ગાઢ ધુમ્મસને લઈ દિલ્હીમાં આપ્યું યલો એલર્ટ, દિલ્હીવાસીઓ ઠુંઠવાઈ જવા રહેજો તૈયાર
બીજી તરફ પંજાબ-હરિયાણાની ખનૌરી બોર્ડર પર આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે રવિવારે કેન્દ્ર અને પંજાબ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પંજાબ સરકાર હવે કેન્દ્રના પગલે ચાલીને અમારા આંદોલનને કચડી નાખવાની તૈયારી કરી રહી છે. તેમણે વધુમાં વધુ લોકોને ખનૌરી પહોંચવા અપીલ કરી હતી.