December 20, 2024

KKR vs RCB: વિરાટ કોહલીને જોઈને ચાહકોનું દિલ તૂટી ગયું!

KKR vs RCB વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો 1 રનથી વિજય થયો હતો. છેલ્લી ઓવરમાં કરણ શર્માએ મિચેલ સ્ટાર્ક સામે ત્રણ સિક્સર મારી હતી. પરંતુ એમ છતાં છેલ્લા બોલ પર તે ખરાબ શોટ રમતા સ્ટાર્કના હાથે કેચ થઈ ગયો હતો. જેના કારણે આ વખતે પણ RCBની ટીમને ચાલુ સિઝનમાં પણ હારવાનો વારો આવ્યો હતો. આ મેચ બાદ વિરાટ ખુબ નિરાશ જોવા મળી રહ્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે.

પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ
RCB ને KKR સામે 1 રનથી હાર મળી છે. 1 રનથી હાર થવી એટલે ખુબ ખરાબ કહી શકાય. RCBની આ 7મી હાર હતી. જે બાદ વિરાટ ખુબ નિરાશ જોવા મળી રહ્યો હતો. કારણ કે RCBનો પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. છેલ્લે સુધી એવું લાગતું હતું કે RCBની ટીમ મેચમાં જીત મેળવશે. પરંતુ લોકોની આશા પર પાણી ફરી ગયું હતું. એવું પણ કહી શકાય કે નસીબ RCB સાથે ના હતું.

આ પણ વાંચો: MS ધોની પહેલા બેટિંગ કરવા કેમ નથી આવી રહ્યો?

પ્રાર્થના કરતા જોવા મળ્યા
RCB-KKR બંને ટીમોના પ્રશંસકો જીત માટે ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. અંતે KKRની જીત થઈ હતી. RCB જીત સુધી પહોંચવાની હતી જ આ પહેલા ખાલી 1 માટે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ સમયે વિરાટ ખુબ નિરાશ જોવા મળી રહ્યો હતો. જેની પ્રતિક્રિયા કેમેરામાં કેદ પણ થઈ છે. વિરાટ તો ઉદાસ થયો પરંતુ તેને જોઈને તેના ચાહકોમાં પણ ભારે નિરાશા જોવા મળી હતી.