December 27, 2024

Devara ફિલ્મ જોતા જ ફેન્સને આવ્યો હાર્ટ એટેક, આખા સિનેમા હોલમાં શોક

જુનિયર એનટીઆરની ફિલ્મ ‘દેવરા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને તેને જોવા માટે અભિનેતાના ચાહકોની ભીડ થિયેટરોમાં એકઠી થઈ ગઈ છે. જો કે આ ભીડમાં જુનિયર એનટીએનઆરનો એક ચાહક હતો. જેણે ફિલ્મ જોયા પછી દુનિયાને અલવિદા કહી દીધું. અભિનેતાના આ પ્રશંસકને ફિલ્મ જોતી વખતે અચાનક હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું.

ફેન્સનું હાર્ટ એટેકથી મૃત્યુ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુનિયર એનટીઆરના આ ફેનનું નામ મસ્તાન છે, જે આંધ્ર પ્રદેશના કુડ્ડાપાહમાં એક થિયેટરમાં ફિલ્મ જોવા ગયો હતો. ફિલ્મની મજા માણતી વખતે તેની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. મસ્તાનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ તેનું મોત થઈ ગયું. જોકે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મસ્તાનનું મૃત્યુ સિનેમા હોલમાં જ થયું હતું.

મસ્તાનના પરિવારમાં શોકનું મોજું
મસ્તાનના મૃત્યુના સમાચારથી તેના મિત્રો અને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મસ્તાનને જાણતા લોકોએ કહ્યું કે, તેઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે ફિલ્મ જોતી વખતે મસ્તાન સાથે આવી ઘટના બનશે. તમને જણાવી દઈએ કે પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

‘દેવરા’ બોક્સ ઓફિસ કલેક્શન
સૈકનિલ્ક અનુસાર, ‘દેવરા’એ ભારતમાં પહેલા દિવસે 82.50 કરોડ રૂપિયા અને બીજા દિવસે 40 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. એટલે કે દેવરાનું 2 દિવસનું કુલ કલેક્શન 122.50 કરોડ રૂપિયા છે. એનટીઆર એ ‘RRR’ રિલીઝ થયાના 2 વર્ષ બાદ ‘દેવરા’ સાથે સ્ક્રીન પર પરત ફર્યો છે. અભિનેતા સાથે જાન્હવી કપૂર પણ છે.