December 17, 2024

Pakistan Super League 2024 વચ્ચે બાબર આઝમનો વીડિયો થયો વાયરલ

અમદાવાદ: પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ 2024 રમાઈ રહી છે. જેમાં બાબર આઝમ આ લીગમાં ટીમને લીડ કરી રહ્યો છે. આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ઝાલ્મી અને મુલતાન સુલતાન વચ્ચે રમાયેલી મેચનો છે. આ વીડિયોમાં ક્લિયર જોવા મળી રહ્યું છે કે બાબર ગુસ્સાથી ભડકી રહ્યો છે.

નારા લગાવતા રહ્યા
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બાબર આઝમને જોઈને ચાહકોએ ‘ઝિમ્બાબર’ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. જેના કારણે વાતાવરણ વધારે ગરમ બન્યું હતું. ચાહકોએ નારા લગાવવાનું શરૂ કરતા બાબર આઝમ ભારે ગુસ્સે થયો હોય તેવું વીડિયોમાં જોઈ શકાય છે. બાબર આઝમના ગુસ્સે થવા છતાં તેમના ચાહકોએ નારા લગાવવાનું ચાલુ રાખ્યું હતુ. બાબર આઝમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 18 મેચ રમી છે. આ દરમિયાન તેણે 57.75ની એવરેજથી 693 રન બનાવ્યા છે.

ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો
પાકિસ્તાન પ્રીમિયર લીગમાં રમતી વખતે બાબર આઝમે કરાચી કિંગ્સ સામે 51 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પાકિસ્તાનના આ બેટ્સમેને માત્ર 29 વર્ષની ઉંમરમાં આ સિદ્ધિ પોતાના નામે કરી હતી. તમને જણાવી દઈએ કે તે ક્રિકેટમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો.