ફુટબોલ મેચ દરમિયાન ગિનીમાં હિંસા, 100થી વધુ લોકોનાં મોત

Guinea Football Match Clash: પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન અથડામણમાં 100થી વધુ લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. એક માહિતી પ્રમાણે “હોસ્પિટલમાં જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધી મૃતદેહ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: KKRનો આગામી કેપ્ટન અજિંક્ય રહાણે બનશે?

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
આ હિંસાના ઘણા વીડિયો સામે આવ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની કોઈ પુષ્ટિ થઈ નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે મેચની બહાર રોડ પર ગંભીર માહોલ જોવા મળી રહ્યો છે. એક પ્રત્યક્ષદર્શીએ માહિતી આપતા જણાવ્યું કે, મેચ રેફરીએ વિવાદાસ્પદ નિર્ણય આપ્યા બાદ હિંસા શરૂ થઈ હતી. આ નિર્ણય પછી ચાહકોમાં ગુસ્સો અને રોષ જોવા મળ્યો હતો. આ મેચ ગિનીના જુન્ટા નેતા મામાડી ડુમ્બુયાના સન્માનમાં આયોજિત ટુર્નામેન્ટનો ભાગ હતો. પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી અને આગ લગાડી હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.