રોહિત શર્માની કાર પાછળ દોડ્યો ફેન, વીડિયો વાયરલ
IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટની સિરીઝ રમાવાની છે. આ મેચની પહેલી મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરૂ થઈ હતી. મેચ દરમિયાન ભારે વરસાદ હતો જેના કારણે ટોસ કર્યા વગર જ મેચને કેન્સલ કરવાનો વારો આવ્યો હતો. આ વચ્ચે રોહિતના એક ફેનનો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
A fan ran behind the car of Rohit Sharma to meet him, Rohit stopped the car after seeing him and took a photo with him 👌
– Captain for a reason….!!!! pic.twitter.com/noYTrJsPal
— Johns. (@CricCrazyJohns) October 16, 2024
વીડિયો થયો વાયરલ
જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળે છે કે તે કારની પાછળ દોડતો જોવા મળી રહ્યો છે. તેના ચાહકને કારની પાછળ દોડતા જોઈને રોહિત કારને રોકે છે. આ પછી તેના ફેન સાથે તે સેલ્ફી લે છે. રોહિતનો ફેન તિંરગાના રંગમાં જોવા મળી રહ્યો છે. તેના ટી શર્ટમાં ‘ભારત’, ‘રોહિત’ અને ’45’ લખેલું હતું.
વરસાદની નોંધપાત્ર અસર
બેંગલુરુમાં ચાલી રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચ પહેલા દિવસે વરસાદના કારણે કેન્સલ થઈ હતી. ટોસ કર્યા વગર જ મેચને કેન્સલ કરવામાં આવી હતી. આજના દિવસે પણ વરસાદની સંભાવનાઓ જોવા મલી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે આજના દિવસે 50 ટકા વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. બપોર પછી આ સંભાવના 40 ટકા થઈ જશે. આજના દિવસે વરસાદની નોંધપાત્ર અસર મેચમાં જોવા મળી શકે છે. પ્રથમ ટેસ્ટ મેચ પછી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો બીજી ટેસ્ટ માટે પૂણે જવા રવાના થશે. 24 ઓક્ટોબરથી આ મેચ રમાશે. છેલ્લી ટેસ્ટ મેચ 01 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.