December 26, 2024

આ રીતે બનાવો સુરતની પ્રખ્યાત ઘારી, વાંચો સંપૂર્ણ રેસિપી

Ghari Sweets At Home In Diwali: દિવાળીના સમયમાં સૌથી વધારે કોઈ મીઠાઈ ખવાતી હોય તો તે છે સુરતની પ્રખ્યાત ઘારી. હવે તમારે તને સુરતથી મંગાવવાની જરૂર નથી, કે પછી બહાર દુકાનથી લાવવાની જરૂર નથી. અમે આ દિવાળી પર તમારા માટે ઘરે જ તમે આ મીઠાઈ બનાવી શકો તેના માટે તેની બેસ્ટ રેસીપી લઈને આવ્યા છીએ. આવો જાણીએ સુરતની પ્રખ્યાત ઘારીની રેસીપી.

સામગ્રી

  • 10 ગ્રામ એલચીનો પાવડર
  • 500 ગ્રામ ઘી
  • જાયફળ
  • 750 ગ્રામ ઘઉંનો લોટ
  • 400 ગ્રામ ચણાનો કકરો લોટ
  • 500 ગ્રામ દળેલી ખાંડ

આ પણ વાંચો: દિવાળીની રજામાં ફરવાનું પ્લાનિંગ હોય તો અમદાવાદથી ફ્લાઈટ ટિકિટ પડશે સસ્તી

ઘારી બનાવવાની રીત
ચણાના લોટને 100 ગ્રામ તમારે લેવાનો રહેશે. તેને તમારે ઘીમાં બરાબર શેકી લેવાનો રહેશે. આ પછી તમારે તેમાં ખાંડ નાંખવાની રહેશે. તેમાં તમારે ઉપરથી જાયફળ ઘસીને નાંખવાનું રહેશે. હવે તમારે તેનું પૂરણ તૈયાર કરી લેવાનું રહેશે. ઘઉંના લોટ લો અને તેમાં તમારે ઘીનું મોણ નાંખવાનું રહેશે. આ પછી તમારે તેનો કડક લોટ બાંધી લેવાનો રહેશે. હવે તેના લૂઆ બનાવીને પૂરી વણવાની રહેશે. હવે પૂરીને ચારેબાજુથી બંધ કરી દો. પહેલા બનાવેલી સામગ્રી લઈને હવે તમારે આ પૂરીની અંદર તમારે ભરવાનો રહેશે. હવે આ પૂરીઓને તમારે તળવાની રહેશે. આ પૂરીઓ ઠંડી પડે એટલે તમારે તેના ઉપર ઘી રેડવાનું રહેશે. તૈયાર છે તમારી સુરતી ઘારી. તમે ચણાના લોટની જગ્યાએ માવો પણ લઈ શકો છો. તેમાં તમે ડ્રાયફૂટ્સ નાખી પૂરણ તૈયાર કરી શકો છો.