December 28, 2024

સિદ્ધપુર મહિલાના હત્યા કેસમાં ભીનું સંકેલાયાનો પરિવારનો આક્ષેપ

ભાવેશ ભોજક, પાટણ: સિધ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં 41 દિવસ પહેલા થયેલી એક મહિલાની હત્યાના કેસમાં સિદ્ધપુર પોલીસ, પાટણ એલસીબી અને એસઓજીની ટીમને આખરે સફળતા હાથ લાગી છે. એક બાદ એક પુરાવાઓ અને સંજોગો અનુસરી પોલીસે આખરે હત્યાના આરોપી લુખાસણ ગામના કલ્પેશ ડાયાલાલ વાલ્મિકીની અટકાયત કરી કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જોકે પોલીસે એક આરોપી પકડતા આ હત્યામાં એક જ વ્યક્તિ ન કરી હોય અને તેમાં અન્ય આરોપીઓની હોવાની સંભાવનાને લઈને રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. જોકે પોલીસ દ્વારા અત્યારના આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ નાખ્યો હોવાનું જણાવ્યું છે.

બીજી બાજુ આ પોલીસના દાવા સામે મૃતક કેસરબેન રાવળના પુત્ર આશિષ વશરામભાઈ રાવળે પોતાની માતાની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. તેઓ પોલીસમાં સ્ટેશનની અરજી આપી આક્ષેપ કરાયો છે કે આ હત્યાના ગુનામાં માત્ર એક જ વ્યક્તિ કરી ના શકે તેવી શંકા વ્યક્ત કરી છે. આરોપી કલ્પેશ વાલ્મિકી એકલો મારી માતા ને મારી જ ના શકે કારણ કે મારી માતા ને આ જ પાતળો દુબળો યુવક કાબુમાં કરી શકે તે વાત માની શકાય તેમ નથી મારી માતાની હત્યાના અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે તેની મને પૂરી શંકા છે જેથી પોલીસ દ્વારા વધુ તપાસ કરે અને અન્ય હત્યામાં સામેલ લોકોને પકડવા જોઈએ. તેમ જણાવી પોલીસ દ્વારા આ અત્યાના કેસમાં ભીનું સંકેલવામાં આવી રહ્યું હોવાનું આક્ષેપ કરાયો હતો. જોકે કેસમાં આવનાર સમયમાં અનેક વળાંકો આવી શકે છે તેઓ સ્પષ્ટ ઈશારો કર્યો છે.

Patan, Siddgpur, Gujarat Police, Patan Polic, LCB