વરસાદ ખેંચતા ખરીફ પાકને અસર, ગતવર્ષ કરતાં 16.05% ઓછું વાવેતર
મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં ધાન્ય પાકોનું વાવેતર શરૂ કર્યું છે. ત્યારે રાજ્યમાં ગત વર્ષની સરખામણી કરતા ચાલુ વર્ષ ખેડૂતોએ 16.05 હેકટરમાં ઓછું વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં ચોમાસાની સીઝનનો આરંભ થતાં જ ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે કૃષિ વિભાગના મળતા આંકડા પ્રમાણે રાજ્યમાં ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 40.46 લાખ હેક્ટરમાં વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ ચાલુ વર્ષે એટલે કે ચાલુ સીઝન દરમિયાન રાજ્યમાં અત્યારસુધી કુલ 24.41 લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે એટલે કે ગત વર્ષની સરખામણી કરતા ચાલુ વર્ષે 16.05 ટકા હેકટરમાં ઓછું વાવેતર કરવામાં આવ્યું છે. પરતું કૃષિ વિભાગના અધિકારીઓ નું કહેવું છે કે હાલ રાજ્યમાં વરસાદ ની સિઝન. જામી છે. જેથી આગામી દિવસોમાં ખેડૂતો વધુ હેકટરમાં પાકોનું વાવેતર કરતા નજર પડશે..
રાજ્યના કૃષિ વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં મગફળી ભાગનું ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 13.29 લાખ હેક્ટરમાં વાવેતર થયેલું હતું જેની સામે ચાલુ વર્ષે એટલે કે હાલની પરિસ્થિતિ પ્રમાણે કુલ 9 લાખ એક્ટર માં વાવેતર કરેલ છે એટલે કે ગત વર્ષની સરખામણી કરતા 3.5% ઓછું વાવેતર માં જોવા મળ્યું છે ત્યારે કપાસની જો વાત કરીએ તો ગત વર્ષે રાજ્યમાં કપાસનું વાવેતર આ સમયગાળા દરમિયાન 20.26 લાખ હેક્ટરમાં જોવા મળ્યું હતું જેની સામે ચાલુ વર્ષે ૧૨.૭૩ લાખ એક્ટર માં વાવેતર જોવા મળ્યું છે એટલે કે 8% ઓછું વાવેતર કપાસમાં હાલ જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ તેલીબીયા પાક ઉપર નજર કરીએ તો તેલીબિયા પાકમાં ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 15.11,00,000 હેક્ટરમાં વાવેતર જોવા મળ્યું હતું જેની સામે ચાલુ સિઝનમાં 9. 45 લાખ એક્ટર માં વાવેતર જોવા મળ્યું છે એટલે કે ગત વર્ષની સરખામણી કરતા ચાર ટકા ઓછું વાવેતર જોવા મળ્યું છે.
આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ પર નજર કરીએ તો રાજ્યમાં નોર્મલ વાવેતર વિસ્તાર 85.59,31 ની સામે ચાલુ વર્ષે એટલે કે અત્યાર સુધીમાં કુલ 24.41 લાખ હેક્ટર એટલે કે 28.52 ટકામાં જ વાવેતર થયેલ છે નોંધનીય છે કે તેમાં ગત વર્ષે જૂન માસના બીજા સપ્તાહમાં બીફોર જોય વાવાઝોડા ના કારણે મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વાવડી લાયક વરસાદ થયેલ હતો જેથી આ વર્ષની સરખામણીમાં વધુ વાવેતર ગત વર્ષે જોવા મળ્યું હતું પરંતુ ચાલુ વર્ષે વરસાદ થોડાક અંશે ખેંચાતા અને જોઈએ એટલા પ્રમાણમાં વરસાદ નહીં થયો હોવાના કારણે પાકનું વાવેતર ખૂબ ઓછું અત્યારે જોવા મળી રહ્યું છે પરંતુ આવનારા દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ સતત થયા કરશે તેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં પાકનું વાવેતર કરતા નજરે પડશે.