November 17, 2024

ફેક ન્યૂઝને લઈને અશ્વિની વૈષ્ણવે ચિંતા વ્યક્ત કરી

Ashwini Vaishnaw: અશ્વિની વૈષ્ણવે ન્યૂઝ મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મમાં થઈ રહેલા નોંધપાત્ર ફેરફારોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવે છે ત્યારે તે માહિતીને તપાસવામાં આવતી નથી. જેના કારણે ખોટી માહિતી ફેલાય છે.

અશ્વિની વૈષ્ણવે ચિંતા વ્યક્ત કરી
કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું કે ઓનલાઈન પ્લેટફોર્મ જે માહિતી શેર કરવામાં આવે છે તેની તપાસ કરવામાં આવતી નથી. જેનું પરિણામ એ આવે છે કે ખોટી માહિતી ફેલાઈ છે. અશ્વિની વૈષ્ણવે ઓનલાઈન પ્લેટફોર્મ અને બિગ ટેક પર ખોટી માહિતીનો સામનો કરવા અને લોકશાહીનું રક્ષણ કરવા હાકલ કરી હતી. ફેક ન્યૂઝનો ઝડપથી વધે છે તો તે લોકશાહી માટે પણ મોટો ખતરો છે. અશ્વિની વૈષ્ણવે વધુમાં કહ્યું કે આપણે આપણા સમાજ સાથે પહેલા કરતા વધુ સાવચેતી રાખવી પડશે.

આ પણ વાંચો: ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય મોત

ગંભીર પરિણામો આવી શકે છે
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ખોટી માહિતી ફેલાઈ છે તેનુ સમાજમાં ગંભીર પરિણામ આવી શકે છે. આપણે ઘણા ઉદાહરણો જોયા છે. મારા મતે આ અભિગમ આપણા સમાજ માટે જોખમી છે. તેમણે વધુમાં કહ્યું કે આવી સામગ્રી સમાજમાં જોખમ ઊભું કરે છે.