December 23, 2024

Fake CBI: સાયબર ક્રાઈમે છેતરપિંડી કરનાર બે આરોપીઓને દબોચ્યા

મિહિર સોની, અમદાવાદ: નકલી CBI બની ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કેસમાં વધુ બે આરોપીની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. છેતરપિંડીના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને ચાઇના મોકલનાર મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો છે. આ આરોપી વિરુદ્ધ 610 જેટલી સાયબર ક્રાઈમમાં ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે.

માઈકા ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડન્ટ સાથે 1.15 કરોડની છેતરપિંડી કેસમાં સાયબર ક્રાઇમે સુરતના રહેવાસી વિરેન આસોદરીયા અને પ્રદીપ માણીયા નામના આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી છેતરપિંડીના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને ચાઇના મોકતા હતા, જેમાં આરોપી વિરેન ચાઇનીઝ વ્યક્તિ સાથે બીનંન્સ એપ્લિકેશનના માધ્યમથી ક્રિપ્ટો કરન્સી વેચીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણાં મેળવતો હોવાનું ખુલ્યું છે. અગાઉ પકડાયેલ આરોપી રોહન લેઉવાના બેંક એકાઉન્ટમાં છેતરપિંડીના 4.99 લાખ જમાં થયા હતા. તેની તપાસમાં આરોપી કિરણ દેસાઈ અને અંકિત દેસાઈ નામના વચેટિયાઓને રોહન લેઉવા પાસેથી સેલ્ફ ચેક મેળવી લઈ પોતાનું 3 ટકા કમિશન મેળવી લઈ બાકીની રકમ સુરતના વિરેન આપ્યા હતા. સાયબર ક્રાઈમ બ્રાન્ચે સુરતથી વિરેન ધરપકડ કરી પૂછપરછ કરતા છેતરપિંડીના રોકડ રૂપિયાને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કર્યા હતા અને સુરતના પ્રદીપ પાસેથી ક્રિપ્ટો કરન્સી મેળવી ચાઈનીઝ વ્યક્તિ અને માર્કેટ વેલ્યુ કરતા વધુ ભાવે ક્રિપ્ટો કરન્સી કરતો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Rajkot અગ્નિકાંડઃ TPO સહિત ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ચાલુ મિટિંગમાં અટકાયત

પકડાયેલ બન્ને આરોપીનું ચાઈના સાથે કનેક્શન સામે આવ્યું છે. આરોપી વિરેન આસોદરિયાનાં અત્યાર સુધીમાં 51 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યાં છે, જેની વિરુદ્ધમાં 610 જેટલી સાયબર ક્રાઈમની ફરિયાદ થતા બેંક એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવ્યા છે અને આરોપી વિરેન છેતરપિંડીના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને ચાઇના મોકલતો 9 જેટલી એપ્લિકેશન ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. બીજી બાજુ આરોપી પ્રદીપ માણીયાની પૂછપરછમાં વર્ષ 2018થી અત્યાર સુધી ક્રિપ્ટો કરન્સી ચાઇનીઝ એપ્લિકેશનમાં રોકાણ આશરે 250થી વધુ વ્યક્તિઓના કરાવી 700 કરોડનું ક્રિપ્ટો કરન્સી ટ્રાન્જેક્શન કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો: Gandhidhamના ઓસ્લો ઓવરબ્રિજને ખુલ્લો મૂકવા કોંગ્રેસી કાર્યકરોના પ્રતિક ઉપવાસ

નોંધનીય છે કે ચીનમાં ભારતીય અને ચીની સાયબર ક્રિમિનલ્સ ટેલિગ્રામ મારફતે ઠગ ટોળકીના સંપર્કમાં આવ્યા હતા. જે બાદ ચાઈનાના ટોળકી લોકોને અલગ અલગ મોર્ડસ ઓપરેન્ડીથી ધમકાવી કુરિયરમાં ડ્રગ્સ અથવા શંકાસ્પદ વસ્તુઓ પકડવાનું કહીને CBI અને RBIના નકલી અધિકારી બનીને ટ્રાગેટ કરતા હતા. ભોગ બનનારને સ્કાયી પર ડિઝિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવતા હતા. આ જ રીતે 20 માર્ચના રોજ અમદાવાદ રહેતા અને માઈકા ઇન્સ્ટિટયૂટના પ્રેસિડેન્ટને ફોન કરી ગેરકાયદેસર વસ્તુઓ મુંબઈથી તાઇવાન મોકલી હોવાનું જણાવી CBI બનાવટી વોરંટ મોકલી 1.15 કરોડની છેતરપિંડી આચરી હતી, જોકે છેતરપિંડીના રૂપિયા મુંબઈ અને વેસ્ટ બંગાળના અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર થતાં હતા અને વોલેટ મારફતે ક્રિપ્ટો કરન્સી લઈ હવાલા મારફતે ચીનમાં મોકલી દેવામાં આવતા હતા. મહત્ત્વનું એ છે કે છેતરપિંડીના 90% રૂપિયા ચીન અને ત્યાર બાદ 10% રુપિયા તમામ કમિશન એજન્ટોમાં વેચાઈ રહ્યા હતાં. આ કેસમાં સાયબર ક્રાઈમે રાજકોટ, ધોરાજી, કુતિયાણા અને ઉપલેટાથી 14 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ છેતરપિંડીનાં નાણાં ચાઇના મોકલતા બન્ને આરોપી ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે. સાયબર ક્રાઇમેઆ ઠગ ટોળકી સાથે સંડોવાયેલા અન્ય આરોપીને લઈને તપાસ શરૂ કરી છે.