January 10, 2025

1 લાખ ફેસબુક યુઝર્સનો પર્સનલ ડેટા જોખમમાં, જાણો કારણ

Facebook: આજના સમયમાં મોટા ભાગના લોકો ફેસબુકનો વપરાશ કરે છે. આ વચ્ચે ફેસબુક ડેટા લીકને લઈને મોટી માહિતી સામે આવી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 1 લાખ લોકોનો ડેટા લીક થયો છે. સ્કેમર્સની આ ડેટા પર સીધી નજર છેલ્લા ઘણા સમયથી હતી.

એક લાખ યુઝર્સ જોખમમાં
સાયબર સિક્યોરિટી રિસર્ચર્સે ડેટા લીકને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. ડેટા લીકના કારણે 100000 યુઝર્સ જોખમમાં છે. જેના કારણે યુઝર્સને ખૂબ જ સાવધાન રહેવાની જરૂરી છે. જોકે આ લીક માટે જવાબદાર યુઝર્સના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી અને ફેસબુકે હજુ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સની માહિતી કેટલી સુરક્ષિત છે તે અંગે પણ ડિજિટલ સ્પેસમાં સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો: જ્યારે તમે કૉલ કરશો ત્યારે 10થી વધુ નંબરો દેખાશે!

સિક્યોરિટીનો મુદ્દો ગરમાયો
આ પહેલા પણ મેટાએ આપેલી માહિતી પ્રમાણે સ્કેમર્સની નજર સોશિયલ મીડિયા યુઝર્સ પર છે. દરેક યુઝરને ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. આ જ કારણ છે કે મેટા સુરક્ષાને લઈને સમય સમય પર નવા પગલાં લે છે. ત્યારે ફરી એકવાર સાયબર સિક્યોરિટીનો મુદ્દો ગરમાયો છે. Facebookના માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરોડો યુઝર્સ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે લાખો ફેસબુક યુઝર્સના પર્સનલ ડેટા લીક થયા છે ફેસબુકે અગાઉ માફી માંગી છે.