January 19, 2025

જયશંકરે કરાર કર્યા ને પાડોશીએ કકળાટ કર્યો

નેપાળ: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર નેપાળની 2 દિવસની મુલાકાતે હતા. 2024ની તેમની આ પહેલી મુલાકાત નેપાળ સાથે થઈ છે. જયશંકર નેપાળની મુલાકાતથી નવી દિલ્હી પરત ફરી ગયા છે. ત્યારે નેપાળમાં ભારતીય વિદેશ મંત્રીના વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન ભારતે 10 હજાર મેગાવોટ વીજળીની આયાતની સાથે 1000 કરોડ નેપાળી રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ મંત્રી એસ જયશંકર આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિપક્ષી નેતા કેપી ઓલીને મળ્યા હતા.

હમ સાથ સાથ હૈ
વિદેશ મંત્રી એસ જયશંકર આ મુલાકાત દરમિયાન કહ્યું કે ભારત તેના પડોશી દેશો સાથે ઊભું છે અને ભારત-નેપાળ સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો છે. આ પછી જયશંકરનો નેપાળ પ્રવાસ વિવાદમાં આવ્યો છે. આ વિવાદ નાના વિકાસ પ્રોજેક્ટને લઈને હોવાનું સામે આવ્યું છે.ભારત અને નેપાળે હાઈ ઈમ્પેક્ટ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. જે પહેલા ‘સ્મોલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ તરીકે ઓળખાતું હતું. જેના કારણે આ સમજૂતીને લઈને નેપાળમાં વિવાદનો દોર શરૂ થઈ ગયો છે. જેમાં નેપાળના રાજકીય પક્ષ અને નેતાઓએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરીને વિવાદ શરૂ કરી દીધો છે. ભારતને દરેક નાના પ્રોજેક્ટમાં 20 કરોડ નેપાળી રૂપિયાનું રોકાણ કરવાની મંજૂરી અપાઈ છે. જેને લઈને મુખ્ય વિપક્ષી પાર્ટી CPN UMLએ ખુબ વિરોધ કર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે આ તમામ પ્રોજેક્ટ માટે અમારી કોઈ સલાહ લેવામાં આવી નથી.

ઓલીની પોલ ખોલી
CPN UMLનું નેતૃત્વ કેપી ઓલી કરે છે. મહત્વની વાત એ છે કે તેને તેને ચીનનો કટ્ટર સમર્થક માનવામાં આવે છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર નેપાળની મુલાકાતે હતા આ સમયે કેપી ઓલી તેમને મળ્યા હતા. પોતે નેપાળને મદદ માટે વિનંતી કરી હતી. વધુમાં ઓલીએ એવું પણ કહ્યું કે ભારત અને નેપાળની મિત્રતાને કોઈ દેશ બદલી શકે તેમ નથી. આ સમગ્ર વિવાદ પર નેપાળના વિદેશ મંત્રી એનપી સઈદે ભારતને મંજૂરી આપવાના કરારનો બચાવ કરતા કહ્યું કે આ કરારમાં એ જ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું છે જે ઓલીના પક્ષ દ્વારા વર્ષ 2019માં કરવામાં આવ્યા હતા.

આ પણ વાચો: થેમ્સના કિનારે ડિફેન્સ થિયરી, રાજનાથસિંહ કરશે સૈન્ય સમજુતીની ચર્ચા