December 22, 2024

હાર્દિક પટેલ કેમ થાય છે ગુસ્સે? કિંજલભાભીએ કર્યો મોટો ખુલાસો

ન્યૂઝ કેપિટલના સ્ટુડિયોમાં હાર્દિક અને કિંજલ પટેલ.

અમદાવાદઃ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને તેમના પત્ની કિંજલ પટેલનો એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂ ન્યૂઝ કેપિટલે કર્યો હતો. જેમાં હાર્દિક અને કિંજલ સજોડે ન્યૂઝ કેપિટલના સ્ટુડિયોમાં પહોંચ્યા હતા અને તેમની રાજકીય સફરથી લઈને સામાજિક જીવન અને પ્રેમસંબંધની ખુલ્લા મને ચર્ચા કરી હતી. આ દરમિયાન હાર્દિકે જેલવાસથી લઈને વિરમગામના ધારાસભ્ય બનવા સુધીના સફરની વાત કરી હતી. આ સાથે જ પત્ની કિંજલે પણ હાર્દિક પટેલ અંગે અનેક ખુલાસાઓ કર્યા હતા.

આ ઇન્ટરવ્યૂ દરમિયાન પત્ની કિંજલ પટેલે હાર્દિક વિશે અનેક ખુલાસાઓ કર્યા હતા.

કિંજલભાભી જણાવે છે કે, હાર્દિક બહુ જ શોર્ટ ટેમ્પર્ડ છે. મારી પાસે આખું લિસ્ટ છે કે જેમાં તેમને ગુસ્સો આવી જતો હોય છે. એકદમ અનપ્રિડિક્ટેબલ છે, એમને ક્યારે ગુસ્સો આવી જાય એ નક્કી નથી હોતું. એકદમ મૂડી માણસ છે. ક્યારેક બહુ જ ખુશ હોય, તો ક્યારેક બીજી જ મોમેન્ટ પર તેમને ગુસ્સો આવી જતો હોય છે. એટલે બહુ અનપ્રિડિક્ટેબલ છે. નાની નાની વાતમાં એમને ગુસ્સો આવી જતો હોય છે. ત્યાં પત્ની કિંજલની વાત સાંભળતા જ હાર્દિક હસતા હસતા કહે છે કે, શોર્ટ ટેમ્પર છીએ એટલે ચાલે છે ઘણું બઘું.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલના બહેન અને કિંજલ બંને મિત્રો હતા. ત્યારે હાર્દિક બહેનને મૂકવા જવા માટે હોસ્ટેલ જતા હતા. તેમાં જ તેના બહેનની બહેનપણી કિંજલ સાથે હાર્દિકની આંખ મળી ગઈ હતી અને ત્યાંથી આ પ્રેમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ પ્રેમસંબંધમાં અનેક ચડાવ-ઉતાર થયા બાદ બંને લગ્નસંબંધમાં જોડાયા હતા. હાર્દિક પટેલે તેના લગ્નમાં માત્ર 50 જેટલા સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું અને ખૂબ જ સાદાઈથી લગ્ન કર્યા હતા.