શું ખરેખર વોટિંગ મશીન હેક થઈ શકે છે?
EVM Machine: લોકસભાની ચૂંટણીની તારીખ હવે નજીક આવી રહી છે. જોકે ચૂંટણી સમયે તમે નેતાઓના કાં પછી જનતાના મોં થી સાંભળ્યું હશે કે વોટિંગ મશીન હેક કરી દીધું હતું. આ શબ્દો તમને ચૂંટણીના પરિણામ આવ્યા બાદ સાંભળવા મળે છે. જે પાર્ટીને હાર મળે છે તે આ શબ્દોનો પ્રયોગ ના કરે તેવું તો બને નહીં. આ વચ્ચે તમને પણ સવાલ થતો હશે કે શું ખરેખર વોટિંગ મશીન હેક થઈ શકે છે? આવો આ તમામ માહિતી જાણો અમારા આ ખાસ અહેવાલમાં.
ખામીઓ દર્શાવી
દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. તારીખ પણ હવે તો આવી ગઈ છે. ચૂંટણી સમયે જો EVM પણ એક મુદ્દો ના બને તેવું તો બને નહીં. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ પણ એક ભાષણમાં EVM મશીનમાં ખામીઓને લઈને વાત કરતા જોવા મળ્યા હતા. ચૂંટણીનું પરિણામ આવે છે ત્યારે ઘણા લોકોને તે હેક થવાની શંકાને લઈને વાત કરતા હોય છે. રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને તેઓ કહેતા સાંભળી શકાય છે કે ઈવીએમના પરિણામોથી ખૂબ જ નિરાશ છે. તેમણે પોતાના ભાષણમાં ઈવીએમમાં રહેલી ખામીઓની ફરિયાદ કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: ફોનને સાર્વજનિક સ્થળે ચાર્જ ના કરો, સરકારે જાહેર કર્યું એલર્ટ
EVMનું પૂરું નામ
વર્ષ 1982માં ભારતના ચૂંટણી પંચે ચૂંટણી માટે પહેલીવાર ઈવીએમનો ઉપયોગ શરૂ કર્યું હતું. આ સમયે બેલેટ પેપરને બદલે ઈવીએમનો ઉપયોગ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. EVMના ફૂલ નામની વાત કરવામાં આવે તો ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન તેનું ફૂલ નામ છે. જેમાં જે પક્ષના ઉમેદવારને સૌથી વધુ મત મળે તે પક્ષને વિજેતા જાહેર કરવામાં આવે છે. ઈવીએમમાં બે યુનિટ છે જેમાં કંટ્રોલ યુનિટ અને બેલેટીંગ યુનિટનો સમાવેશ થાય છે.
EVM હેક થઈ શકે?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર EVM મશીનો કોમ્પ્યુટર દ્વારા નિયંત્રિત કરવામાં આવતો નથી. આ એક સ્ટેન્ડ અલોન મશીન છે જે ઈન્ટરનેટ કે અન્ય કોઈપણ નેટવર્ક સાથે જોડવામાં આવતું નથી. કોઈપણ વાયરલેસ ઉપકરણ, Wi-Fi અથવા બ્લૂટૂથ દ્વારા તેની સાથે છેડછાડ કરવી શક્ય નથી. EVMમાં ડેટા માટે ફ્રીક્વન્સી રીસીવર કે ડીકોડર નથી. તેમાં Wi-Fi અથવા બ્લૂટૂથ દ્વારા તેની સાથે છેડછાડ કરવી શક્ય નથી.