ગાંધીનગર મનપાનું નાણાંકીય વર્ષ 2025 અને 26 માટે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું

Gandhinagar Municipal Corporation: ગાંધીનગર મનપાનું નાણાંકીય વર્ષ 2025 અને 26 માટે અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. કુલ 1744.21 કરોડના કદનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષે 1260.09 કરોડની સામે આ વખતે 38 ટકા વધારો કરવામાં આવ્યો છે. વધારા સાથે કુલ 484.11 કરોડના વધારા સાથેનું બજેટ મજૂર કરાયું છે.

આ પણ વાંચો: હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાની અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

વાહન વેરામાં વધારો કરેલ નથી
મિલકત વેરામાં ચાલુ વર્ષે પ્રોપટી ટેક્સની વસુલાત કરાઈ છે. જેમાં ગત વર્ષ ની સરખામણીએ 22 ટકા વધારો કરવામાં આવ્યો છે. નવી ઉમેરાયલી મિકલતોની અદાજીત સંખ્યામાં 30 હજાર છે. જેના પરિણામે આજની સ્થિતિએ 67 કરોડની વસુલાત થઈ છે. મનપા નાણાંકીય વર્ષ 2023 અને 24 માં પ્રોપટી ટેક્સની કુલ આવક 65 કરોડ હતી. જે નાણાંકીય વર્ષ 2024 અને 25 સુધીમાં 79 કરોડ થશે. મનપાએ આ વખતે બજેટમાં વાહન વેરામાં વધારો કરેલ નથી. મનપા વિસ્તારમાં તથા જન સંખ્યામાં થતા વધારાને ધ્યાને લેતા મિલ્કતવેરાના સામાન્ય દરોમાં રહેણાંક મિલકત માં પ્રતિ ચોરસ મીટર 75 પેસાનો વધારો તથા બિન રહેણાંક મિલકતમાં રૂપિયા 1.75 નો સામાન્ય વધારો કરવામાં આવ્યો છે. અદાજીત 103 કરોડ રૂપિયાનો ખર્ચે અને વિકાસ થશે. 80 મીટરના રોડ ખાતે સાઈક્ટ્રેક, પાર્કિગ સુવિધા અને સુશોભન અને ડેવલપ કરવાની કામગ્રીરી 150 કરોડ ખર્ચે કામગીરી થશે. 5 બગીચા બનશે અને જેમાં અમિયાપુર ખાતે 2.75 કરોડ જૂના અને નવા કોબા ખાતે ગાર્ડન બનશે.