EPFO Claim: EPFOમાંથી પૈસા ઉપાડવાનું બન્યું સરળ; કેન્સલ ચેક અપલોડ કરવાની જરૂર નથી

EPFO eases claim process: પ્રોવિડન્ટ ફંડમાંથી ઓનલાઈન ઉપાડ કરવા માંગતા અરજદારોએ હવે કેન્સલ ચેકના ફોટોગ્રાફ્સ અપલોડ કરવાની અને બેંક એકાઉન્ટની ચકાસણી કરાવવાની જરૂર રહેશે નહીં. ગ્રાહકો માટે ક્લેમ પ્રક્રિયાને સરળ બનાવવા માટે નિવૃત્તિ સંસ્થાએ આ નિર્ણયો લીધો છે. પેન્શન રેગ્યુલેટરનું આ પગલું લગભગ આઠ કરોડ EPFO સભ્યો માટે ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવશે.
હાલમાં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્યો, PF ખાતામાંથી ઓનલાઈન પૈસા ઉપાડ માટે અરજી કરતી વખતે, UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) અથવા PF નંબર સાથે જોડાયેલા બેંક ખાતાના ચેક લીફ અથવા પાસબુકની પ્રમાણિત ફોટોકોપી અપલોડ કરવા જરૂરી છે. નોકરીદાતાઓએ અરજદારોના બેંક ખાતાની વિગતો પણ મંજૂર કરવી જરૂરી છે.
EPFOનો દાવો – ક્લેમ રિજેક્ટ થવાથી સંબંધિત ફરિયાદો ઓછી થશે
શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે EPFOએ ઓનલાઈન ક્લેમ કરતી વખતે ચેક લીફ અથવા વેરિફાઈડ બેંક પાસબુકનો ફોટો અપલોડ કરવાની જરૂરિયાતને દૂર કરી દીધી છે. EPFO અનુસાર, EPF સભ્યોના ક્લેમની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેન્શન નિયમનકારના મતે, આ પગલાં દાવાઓની પતાવટ પ્રક્રિયામાં નોંધપાત્ર સુધારો કરશે અને દાવાઓના અસ્વીકાર સંબંધિત ફરિયાદોમાં ઘટાડો કરશે.
EPFO અનુસાર, આ છૂટ શરૂઆતમાં કેટલાક KYC-અપડેટ થયેલા સભ્યો માટે પાયલટ ધોરણે આપવામાં આવી હતી. 28 મે, 2024ના રોજ પાયલટ લોન્ચ થયા બાદ અત્યાર સુધીમાં 1.7 કરોડ EPF સભ્યોને ફાયદો થયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સફળ પાયલટ પ્રોજેક્ટ પછી, EPFO એ હવે આ મુક્તિ બધા સભ્યોને આપી છે.
EPFO મુજબ, નોકરીદાતા દ્વારા બેંક ખાતાની ચકાસણી પછી પ્રક્રિયાની મંજૂરી માટે સરેરાશ 13 દિવસનો સમય લાગે છે. આનાથી એમ્પ્લોયર પર કામનું ભારણ પણ વધે છે. જેના કારણે સભ્યના બેંક ખાતાને લિંક કરવામાં વિલંબ થાય છે. તેને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયાને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લગભગ 8 કરોડ ખાતાધારકોને આ ફેરફારનો લાભ મળશે
હાલમાં, દર મહિને યોગદાન આપનારા 7.74 કરોડ સભ્યોમાંથી, 4.83 કરોડ સભ્યોએ તેમના બેંક ખાતા UAN સાથે લિંક કર્યા છે અને 14.95 લાખ મંજૂરીઓ એમ્પ્લોયર સ્તરે પેન્ડિંગ છે.
હવે નોકરીદાતાઓ પાસેથી મંજૂરીની જરૂર નથી, તેથી આનાથી તાત્કાલિક 14.95 લાખથી વધુ સભ્યોને ફાયદો થશે જેમની મંજૂરી નોકરીદાતાઓ પાસે બાકી છે. નિવેદન અનુસાર, આ સરળ પ્રક્રિયા એવા લોકોને પણ સુવિધા આપશે જેઓ તેમના અગાઉ લિંક કરેલા બેંક ખાતામાં ફેરફાર કરવા માંગે છે, જેમાં આધાર-આધારિત OTP દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત IFSC કોડ સાથે તેમનો નવો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવામાં આવશે.