January 21, 2025

વોટ્સએપ ચેટનો આખો લુક બદલાશે, નવું ફિચર રોલઆઉટ

WhatsApp: જો તમે WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર સામે આવ્યા છે. WhatsApp તેના યુઝર્સ માટે સતત નવા ફિચર લઈને આવી રહ્યું છે. વોટ્સએપે તેના iOS માટે એક નવું ચેટ થીમ ફીચર રજૂ કર્યું છે.

શાનદાર સુવિધા રજૂ કરી
WhatsApp સૌથી મોટું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ બની ગયું છે. મોટા ભાગના લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીએ કરોડો વપરાશકર્તાઓ માટે એક શાનદાર સુવિધા રજૂ કરી છે. આ ફિચર આવતાની સાથે આ ફીચર દ્વારા વોટ્સએપ ચેટનો આખો લુક બદલાઈ જશે. વોટ્સએપના નવા ચેટ થીમ ફિચર વિશે માહિતી લોકપ્રિય વેબસાઈટ Wabetainfo દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ થયું ડાઉન, આવી રહી છે આ સમસ્યા

ચેટ બોક્સનો રંગ
WhatsAppinfoએ આપેલી માહિતી પ્રમાણે ઘણા iOS વપરાશકર્તાઓને iOS 24.20.71 અપડેટ માટે WhatsAppમાં આ ચેટ થીમ ફિચર મળ્યું છે. Webtainfo દ્વારા આ ફિચરનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. માહિતી પ્રમાણે ઝર્સને 22 અલગ-અલગ ચેટ થીમનો વિકલ્પ મળી રહેશે. જેના કારણે તમે થીમને 22 વિવિધ રંગોમાં બદલી શકશો. તમારા ચેટ બોક્સનો રંગ પણ બદલાઈ જશે. તમે તમારા મૂડ પ્રમાણે થીમ પસંદ કરી શકો છો.

વોટ્સએપે નવું ફિચર રજૂ કર્યું
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ WhatsApp દ્વારા સ્ટેટસ સેક્શનમાં એક નવું ફિચર પ્રાઈવેટ મેન્ટેશન લાવવામાં આવ્યું છે. જેમાં તમે સ્ટેટસ એડ કરીને તમે કોઈ પણ લોકોને ટેગ કરી શકો છો. તેનો ફાયદો એ થવાનો છે કે તમે જે તે વ્યક્તિને ટેગ કરશો કે તરત જ તમારા સ્ટેટસની સૂચના તેના સુધી પહોંચી જશે.