February 25, 2025

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં વરસાદ બન્યો ખલનાયક, ટોસ પણ ન થઈ શક્યો

England vs Australia: ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની 7મી મેચ રાવલપિંડી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. પરંતુ આ મેચમાં વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો નથી. ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી મેચમાં ઈંગ્લેન્ડને હાર આપી હતી. દક્ષિણ આફ્રિકાએ પોતાની પહેલી મેચમાં અફઘાનિસ્તાનને હાર આપી હતી.

આ પણ વાંચો: IPL 2025 પહેલા ધોનીએ લીધો મોટો નિર્ણય, તમે પણ ચોંકી જશો

દક્ષિણ આફ્રિકા હજુ સુધી વર્લ્ડ કપ જીતી શક્યું નથી
જ્યારે જ્યારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ટકરાય છે ત્યારે લોકોને ખૂબ મજા આવે છે. આ મેચ શાનદાર રહેવાની છે. મહત્વની વાત એ છે કે દક્ષિણ આફ્રિકા આજ સુધી કોઈ મોટી ટ્રોફી જીતી શક્યું નથી. બંને ટીમના રેકોર્ડ વિશે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં બંને ટીમો આઠ વખત એકબીજા સામે ટકરાણી છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાની ટીમે 4 મેચ અને દક્ષિણ આફ્રિકા 3માં જીતી શક્યું હતું. એક મેચ એવી હતી કે જે ટાઇ રહી હતી.