December 12, 2024

દંતેવાડામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ, 7 નક્સલવાદીઓ ઠાર

Dantewada Naxalite Attack: આજે સવારે દંતેવાડા જિલ્લાની સરહદ પર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને તરફથી હજુ પણ ગોળીબાર ચાલુ છે. એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં સાત યુનિફોર્મધારી નક્સલવાદીઓ માર્યા ગયા છે. નક્સલવાદીઓના ફાયરિંગનો પોલીસ જડબાતોડ જવાબ આપી રહી છે.

માહિતી અનુસાર, નક્સલ વિરોધી સર્ચ ઓપરેશનમાં નારાયણપુર, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ જિલ્લાના ડીઆરજી સાથે એસટીએફ-સીઆરપીએફની સંયુક્ત પાર્ટી દક્ષિણ અબુઝમાદ વિસ્તારમાં ગઈ હતી. જ્યાં ગુરુવારે સવારે 3 વાગ્યાથી સંયુક્ત સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. બીજી બાજુ, પોલીસ કર્મચારીઓ નક્સલવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયએ કહ્યું કે, “નારાયણપુરમાં નક્સલ વિરોધી ઓપરેશન ચાલી રહ્યું હતું, જેમાં અમારા સુરક્ષા દળો સાત નક્સલવાદીઓને મારવામાં સફળ થયા છે. હું તેમની બહાદુરીને સલામ કરું છું.”