અમદાવાદ મનપામાં ફરજ બજાવતા કર્મચારી હવે એક જ જગ્યા પર 3 વર્ષ સુધી રહી શકશે નહીં
Amdavad Municipal Corporation: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતીમાં ગેરરીતિ થયા બાદ એએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસીમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ અધિકારીઓ એક જ જગ્યા પર 3 વર્ષ સુધી રહી શકશે નહી. વર્ગ 1 થી 3 નાં કર્મચારી તેમજ અધિકારીઓની બદલી થશે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઠરાવ થયો છે.
આ પણ વાંચો:પીએમ મોદીએ જેમની સાથે પોડકાસ્ટ કર્યું તે નિખિલ કામથ કોણ છે?
અચાનક આ આદેશ રદ
રાજ્યની કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવા મંજૂરી આપાઈ હતી. જોકે અચાનક આ કલેક્ટર કચેરીઓમાં આઉટસોર્સિંગથી ક્લાર્કની ભરતીનો આદેશ રદ કરી દેવામાં આવ્યો છે. કલેક્ટર કચેરીની ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી આપવામાં આવી હતી.