અમદાવાદના SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજાઈ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ(SVPI) એરપોર્ટ દ્વારા CISF, અમદાવાદ ફાયર ઇમરજન્સી સર્વિસીસ(AFES) અને અન્ય સંબંધિત હિસ્સેદારોના સહયોગથી નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલ અનુસાર 26 માર્ચ 2025ના રોજ ટર્મિનલ 2 (T2) પર સિમ્યુલેટેડ ટર્મિનલ ઇવેક્યુએશન મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મોક ડ્રીલ 12:30 વાગ્યે શરૂ થઈ હતી અને વિવિધ પરિમાણોની સફળ સમીક્ષા બાદ 13:30 વાગ્યે પૂર્ણ થઈ હતી. રનવે બંધ થવા દરમિયાન હાથ ધરવામાં આવેલી આ કવાયતમાં એરપોર્ટની કામગીરી પર કોઈ અસર ન પડે તેની ખાતરી કરવામાં આવી હતી. આ મોકડ્રીલ કરવાનો હેતુ SVPI એરપોર્ટ પર હિસ્સેદારોને કટોકટી પ્રતિભાવ અને મુસાફરોની સલામતી માટે સહયોગ માટેની તૈયારી સુનિશ્ચિત કરવાનો હતો.
SVPI એરપોર્ટ મુસાફરોની સલામતી, સુરક્ષા અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.