November 14, 2024

એલન મસ્કની મોટી ડીલ, ટેસ્લાની કારમાં લાગશે આ ભારતીય કંપનીની ચિપ

અમદાવાદ: રતન ટાટાની કંપની અને એલન મસ્કની ટેસ્લાની વચ્ચે એક ડીલ ફાઈનલ થઈ છે. જે અનુસાર હવે ટેસ્લા માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સથી સેમિકંડક્ટર ચિપ ખરીદશે. આ ડીલ એવા સમયમાં થઈ છે જ્યારે ટેસ્લા ભારતમાં ફૈક્ટ્રી લગાવવાનો પ્રયત્ન કરી રહી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એલન મસ્કે આ અંગે જાણકારી આપી હતી. એલન મસ્કની આ મુલાકાત PM મોદીની સાથે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એલન મસ્ક 22 એપ્રિલથી શરૂ થતા અઠવાડિયામાં ભારતની મુલાકાત લેશે. એ સમયે PM મોદી સાથે મુલાકાત કરીને એલન મસ્ક ટેસ્લાની ભારતમાં આવવાની સંભાવનાઓ પર મહોર લગાવશે.

ટાટા અને ટેસ્લા વચ્ચે ડીલ
અમેરિકાની કંપની ટેસ્લાએ પોતાની કારમાં સેમિકંડક્ટર લગાવવા માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સની સાથે ડીલ કરી છે. આ ડીલ એટલે પણ મહત્વની છે કે ટાટા ઈલેક્ટ્રોનિક્સને ટોપ ગ્લોબલ ક્લાંટ માટે વિશ્વસનીય સપ્લાયરની રીતે સ્થાપિત કરવામાં આવશે. આ ડીલ કેટલાક મહિનામાં પુરી થઈ જશે. એક રિપોર્ટ અનુસાર ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને ટેસ્લાની વચ્ચે ડીલની રકમનો ખુલાસો કરવામાં નથી આવ્યો. તો બીજી તરફ કંપનીએ પણ આ ડીલને લઈને કોઈ માહિતી નથી આપી.

આ પણ વાંચો: વૈશ્વિક તણાવ પર પીએમ મોદીએ કહ્યું- ‘ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા’

2 કે 3 અરબ ડોલરનું થઈ શકે છે રોકાણ
ઈન્ડિયન ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકંડક્ટર એસોશિએશનના પ્રેસીડેન્ટ અશોક ચંડકે કહ્યું કે, ટેસ્લાનો આ નિર્ણય ઈલેક્ટ્રોનિક્સના લોકલ સપ્લાયર માટે એક ઈકોસિસ્ટમ તૈયાર કરશે. હાલમાં ટાટ ઈલેક્ટ્રોનિક્સના 50-60 ટોપ લેવલના એક્સપર્ટની ભરતી કરી છે. તો બીજી તરફ ટેસ્લાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ભારતમાં 2થી3 અરબ ડોલરનું રોકાણ કરી શકે છે.

મહત્વનું છેકે, નીતિગત બદલાવોની સાથે ઓટો કંપનીઓને 15 ટકા ઓછા ટેક્સની સાથે 35 હજાર ડોલર કે તેનાથી વધારે રકમવાળી EV આયાત કરવાની મંજૂરી આપી છે, પરંતુ તે ભારતમાં મન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે ત્રણ વર્ષની અંદર 500 મિલિયન ડોલરનું રોકાણ કરીને કાર નિર્માણ કરવાનું શરૂ કરવું પડશે.