એલોન મસ્કનો ટાર્ગેટ હવે ‘યુટ્યુબ’
અમદાવાદ: તમે X (ટ્વિટરનો) ઉપયોગ કરો છો? તો તમારે સારા સમાચાર આવ્યા છે. જેમા ઈલોન મસ્ક X માટે નવું અપડેટ લઈને આવી રહ્યા છે. જોકે ઈલોન મસ્ક પોતાના દરેક પ્લેટફોર્મ પર નવા નવા અપડેટ્સ લાવતા રહે છે.
ફેરફારો કરવામાં આવ્યા
જયારથી ઈલોન મસ્ક X એટલે કે ટ્વિટરના માલિક બન્યા ત્યારથી જ અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે. મસ્ક એવા એવા ફેરફારો કરી રહ્યા છે કે જેના કારણે મોટા ભાગની એપને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. હવે જે અપડેટ્સ આવ્યું છે તેમાં તમે X પર લાંબા ફોર્મેટના વીડિયો સરળતાથી ચલાવી શકશો. જેના કારણે યુટ્યુબની સામે તેની હરીફાઈ થશે. આ માટે મસ્ક ટૂંક સમયમાં સ્માર્ટ ટીવી માટે એક નવી એપ લોન્ચ કરવાનો પ્લાન બનાવ્યો છે.
લાંબા વીડિયો જોઈ શકાશે
ખરેખર, ઈલોન મસ્ક Xને એક પરફેક્ટ એપ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હોય તેવું જોઈ શકાય છે. જેના થકી X વપરાશકર્તાઓ તેમના સ્માર્ટ ટીવી પર લાંબા વીડિયો પણ જોઈ શકાશે. મસ્ક એવા એવા પગલા ભરે છે જેના કારણે મોટા ભાગની એપને નુકશાન પહોંચે છે. ફરી એક વાર એવા જ અપડેટ્સ લાવવામાં આવી રહ્યું છે. જેના કારણે યુટ્યુબને મોટો ફટકો પડશે.
ટીવી માટે એપ લોન્ચ
સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે કંપની ટૂંક સમયમાં સ્માર્ટ ટીવી માટે એક એપ લોન્ચ કરવા જઈ રહી છે. આ વીડિયોના જવાબમાં ઇલોન મસ્કે લખ્યું છે ‘કમિંગ સૂન’.જેના કારણે એવું કહી શકાય કે થોડા જ સમયમાં હવે એક્સ પર આ અપડેટ્સ આવશે. જેના કારણે બીજી એપ્સને ભારે નુકશાની થવાની સંભાવના છે. જોકે ઈલોન મસ્ક જાણે દરેક એપની હરિફાઈમાં ઉતર્યા હોય તેવું છેલ્લા 1 વર્ષથી જોવા મળી રહ્યું છે.