January 11, 2025

એલન મસ્કે Polaris Missionનો પહેલો વીડિયો શેર કર્યો, દુનિયા ચોંકી ગઈ

Elon Musk Shares Stunning Polaris Mission: એલન મસ્કે પોલારીસ મિશનનો પહેલો વીડિયો શેર કર્યો છે. એલન મસ્કે આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે પોલારિસ એક સ્પેસ પ્રોગ્રામ છે, જેમાં માનવ સહિત ત્રણ ફ્લાઈટને અવકાશમાં મોકલવામાં આવશે. આ મિશન નવી ટેકનોલોજીનું પ્રદર્શન કરશે.

એલન મસ્કે વીડિયો કર્યો શેર
એલન મસ્કે અદભૂત પોલારિસ મિશનનો વીડિયો શેર કર્યો છે. તેણે પોતાના જ પ્લેટફોર્મ X પર આ શાનદાર વીડિયો શેર કર્યો છે. એલન મસ્કે કહ્યું કે આજે હું પૃથ્વીની આસપાસ પોલારિસ સ્પેસ મિશનનો અદભૂત હાઈ-ડેફિનેશન વીડિયો શેર કરી રહ્યો છું. તેણે કહ્યું કે તે કમ્પ્યુટર દ્વારા જનરેટેડ ઈમેજરી જેવું લાગે છે. એક માહિતી પ્રમાણે પોલારિસ સ્પેસ પ્રોગ્રામ એ માનવ અવકાશ ઉડાન ક્ષમતાઓને ઝડપથી આગળ વધારવાનો પ્રથમ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં રમી રહેલા ખેલાડીઓનો પગાર કેટલો હોય છે?

પ્રથમ મિશન પોલારિસ ડોન શું છે?
એક મીડિયાની માહિતી પ્રમાણે પોલારિસ સ્પેસ પ્રોગ્રામમાં ત્રણ મિશન છે. જેમાંથી પહેલું મિશન પૂર્ણ થઈ ગયું છે. બીજા 2 મિશન ટૂંક સમયમાં જ પુર્ણ કરવામાં આવશે. ફ્લોરિડાના કેપ કેનાવેરલમાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચપેડ પરથી મોકલવામાં આવ્યો હતો. આ મિશનમાં સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટને પૃથ્વીની નીચેની કક્ષામાં મોકલવામાં આવ્યું હતું. આ અવકાશયાન 10 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 15 સપ્ટેમ્બરે પૃથ્વી પર પરત ફર્યું હતું.